કારેલીબાગ રાત્રી બજાર પાસે ખુલ્લા મેદાનમાં મુકેલા ઓફિસ કન્ટેનરમાં ભીષણ આગ

આગ કયા કારણોસર લાગી તેની કોઈ માહિતી સામે આવી નથી

MailVadodara.com - Fierce-fire-broke-out-in-an-office-container-placed-in-an-open-field-near-Karelibagh-night-market


વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે. ત્યારે વાહનોમાં આગ લાગવાના બનાવો પણ વધુ જોવા મળી રહ્યા છે. ગતરોજ સાંજે કારેલીબાગ રાત્રી બજાર પાસે ખુલ્લા મેદાનમાં મુકેલા ઓફીસ કન્ટેનરમાં ભીષણ આગ લાગવામાં પામી હતી. જેને લઈને ઘટનાસ્થળે લોકટોળા એકત્રિત થઇ ગયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ મંગલ પાંડે રોડ પર રાત્રિ બજાર પાસેના ખુલ્લા મેદાનમાં લાંબા સમયથી એક ઓફીસ કન્ટેનર મુકેલું હતું. જે કન્ટેનરમાં ગત સામી સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગવા પામી હતી. આગ લાગતાની સાથે જ આખે આખું કન્ટેનર ભડકે બળ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કરી હતી. જયારે ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ કયા કારણોસર લાગી તેની કોઈ માહિતી સામે આવી નથી.


Share :

Leave a Comments