ખલીપુર પાસે વિશ્વામિત્રી નદીમાં પશુપાલક ડૂબ્યા હોવાની આશંકા, ફાયર બ્રિગેડની મદદ લીધી

પુનમભાઇ વસાવા બે દિવસ પહેલા ઢોર ચારવા ગયા હતા ત્યારથી કોઈ પત્તો નથી

MailVadodara.com - Fear-of-herder-drowning-in-Vishwamitri-river-near-Khalipur-help-of-fire-brigade-sought

- નદીમાં મગરો હોવાને કારણે ફાયર બ્રિગેડની કામગીરી મુશ્કેલ બની


વડોદરાના માણેજા પાસે આવેલ ખલીપુર ગામમાં વિશ્વામિત્રી નજીક ખેતરમાં ભેંસ ચરવા ગયેલ પશુપાલક પુનમભાઈ લલ્લુભાઈ વસાવા પરત ન ફરતાં આજે વડોદરા ફાયર અને સેફટીના જવાનો દ્વારા વિશ્વામિત્રી નદીમાં શોધખોળ કરવામાં આવી હતી. એક પશુપાલક ડૂબ્યા હોવાની આશંકાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.


ખલીપુર ગામે રહેતા વૃદ્ધ પશુપાલક બે દિવસ પહેલા ઢોર ચારવા ગયા હતા ત્યારબાદ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. તેઓના કપડાં નદી પાસેથી મળી આવતા તેઓ નદીમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખલીપુરની નદીમાં બોટ મારફતે શોધખોળ હાથ ધરાઈ છે. નદીમાં મગરો હોવાને કારણે ફાયર બ્રિગેડની કામગીરી મુશ્કેલ બની છે.‌


Share :

Leave a Comments