વડોદરા વુડા દ્વારા તૈયાર કુમેઠા-મોરલીપુરા વિસ્તારની 3 ટીપી સ્કીમના ખેડૂતોની 4 જાન્યુઆરીએ બેઠક થશે

મુખ્ય કારોબારી અધિકારીએ જાહેર નોટીસ આપી ખેડૂતોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી

MailVadodara.com - Farmers-of-3-TP-scheme-of-Kumetha-Morlipura-area-prepared-by-Vadodara-Wood-will-meet-on-January-4

- વુડા ભવન એલ એન્ડ ટી સર્કલ પાસે બેઠક રાખવામાં આવી

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તૈયાર થયેલી કુમેઠા-મોરલીપુરા વિસ્તારની ત્રણ ટીપી સ્કીમના જમીન માલિક ખેડૂતોની એક બેઠક તા.4 જાન્યુઆરીના રોજ વુડા ભવન એલ એન્ડ ટી સર્કલ પાસે રાખવામાં આવી છે. જેમાં ટી.પી. સ્કીમ ને લગતી માહિતી રજૂ કરવામાં આવશે. તેમ મુખ્ય કારોબારી અધિકારીએ જાહેર નોટીસ આપી ખેડૂતોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે.

વુડાએ ખેડૂતોને આપેલી જાહેર સૂચનામાં જણાવ્યું છે કે, વડોદરા શહેરી વિકાસ મંડળે તાજેતરમાં મુસદ્દારૂપ નગર રચના યોજના નંબર 29/સી કુમેઠા- મોરલીપુરાનગર રચના યોજના નંબર 29/ડી કુમેઠા અને નગર રચના યોજના નંબર 29/ઈ કુમેઠાનો ઈરાદો જાહેર કર્યો છે. જે બાદ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો પ્રમાણે આ યોજનાનો મુસદ્દો તૈયાર કરીને સમજૂતી આપવા માટે ટી.પી. યોજના વિસ્તારના તમામ જમીન માલિકો, ખેડૂતો અને હિત સંબંધ ધરાવનાર વ્યક્તિઓની એક બેઠક તા.4 જાન્યુઆરીના રોજ સવારે 11 થી બપોરે એક દરમિયાન વુડા ભવન એલ એન્ડ ટી સર્કલ પાસે કારેલીબાગ ખાતે રાખવામાં આવી છે. જેમાં હાજરી આપવા જમીન માલિકો તથા હિત સંબંધ ધરાવનાર વ્યક્તિઓને વિનંતી છે.

આ બેઠકમાં યોજનાની કામ ચલાઉ દરખાસ્તો અંગેની તમામ માહિતી અને નકશાઓ નિરીક્ષણ અર્થે રાખવામાં આવશે અને નગર રચના યોજનાની વિગતવાર સમજૂતી પણ આપવામાં આવનાર છે. આ બાબતની જાણ વ્યક્તિગત રીતે જમીન માલિકોને પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કારણસર નોટિસ મળી ન હોય તો આ જાહેર નોટિસથી જાણ કરવામાં આવે છે, તેમ વુડાના કારોબારી અધિકારીએ જણાવ્યું છે.

Share :

Leave a Comments