વિદેશ મંત્રી એસ.જયશંકર વડોદરા પહોંચ્યા, નર્મદા જિલ્લાના ચાર આદિવાસી ગામોની મુલાકાત લેશે

મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓએ વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું

MailVadodara.com - External-Affairs-Minister-S-Jaishankar-arrives-in-Vadodara,-will-visit-four-tribal-villages-of-Narmada-district


ભારત સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકર મધ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. ત્યારે આજે વિદેશ મંત્રી એસ. જયશંકરનું વડોદરા એરપોર્ટ ખાતે મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરાના એક કલાકારે વિદેશ મંત્રીને ભેટ આપી સેલ્ફી પડાવી હતી.

મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી એસ. જયશંકર વહેલી સવારે વડોદરા હરણી એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં મેયર નિલેશ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સહિત ભાજપના અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. ટૂંકા રોકાણ બાદ તેઓ નર્મદા જિલ્લામાં જવા માટે રવાના થયા હતા. તેઓ બે દિવસમાં નર્મદા જિલ્લાના દત્તક લીધેલા ભાદોડ, વ્યાધર, માલ સામોટ અને આમદલા એમ ચાર ગામોની મુલાકાત લેશે.


નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદેશ મંત્રીના આગમનને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિદેશમંત્રી જયશંકર સ્થાનિક આદિવાસી નેતાઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓની મુલાકાત લેશે. તે સાથે આદિવાસીઓને મળનાર હોવાનું જાણવા મળ્યું હતું.

Share :

Leave a Comments