નેગોશીયલ એક્ટના ગુનામાં 1 વર્ષની સજા થયા બાદ પેરોલ રજા પર છૂટેલા ફરાર કેદીની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ભીમનાથ નાકા પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો

MailVadodara.com - Escaped-prisoner-arrested-after-serving-1-year-sentence-for-Negotiable-Act-offence

- પોલીસે સ્થળ પર જ કોર્ડન કરી કેદીને ઝડપી પાડી વડોદરા મધ્યસ્થ જેલમાં સોંપ્યો

નેગોશીયલ એક્ટના ગુનામાં એક વર્ષની સજા થયા બાદ પેરોલ રજા પર જેલથી નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહી થઇને બારોબાર ફરાર થયેલ કેદીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને વડોદરા સેન્ટ્રલ જેલને સોંપ્યો છે.


વડોદરા મધ્યસ્થ જેલ તરફથી ફરાર થયેલ કેદી અંગે લેખિત પત્ર વડોદરા શહેર પોલીસને મોકલવામાં આવ્યો હતો. જેમાં કેદી અક્ષય નગીનભાઇ વાળા (રહે. કંચનલાલનો ભઠ્ઠો ઇ.એસ.આઇ હોસ્પિટલ પાસે, વડોદરા)ને નેગોશીયલ એકટ કલમ 138 મુજબના કેસમાં કોર્ટ એ એક વર્ષની કેદની સજા ફરમાવી હતી, હોય જેથી આ ઇસમને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખેલ આવ્યો હતો. આ કેદી ગત તા.25/02/2025ના રોજ વડોદરા મધ્યસ્થ જેલથી પેરોલ રજા પર મુકત કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ કેદીને તેની પેરોલ રજા પુર્ણ થયેથી તા.05/03/2025ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનુ હતું પરંતુ, આ કેદી જેલમા હાજર થયો નહોતો અને બારોબાર ફરાર થઇ ગયો હતો. આ ફરાર થયેલ કેદીને શોધી કાઢી પરત જેલ ખાતે સુપ્રત કરવાની હકીકત પત્રમાં જણાવી હતી, જેથી આ ફરાર કેદીની ટેકનીકલ-હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન પોલીસને ફરાર થયેલ કેદી હાલ સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભીમનાથ નાકા પાસેથી પસાર થવાનો હોવાની માહિતી મળી હતી, જેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમના માણસો તુરંત જ ભીમનાથ નાકા પાસે સયાજીગંજ ખાતે જઇ ખાનગી રાહે વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન ફરાર કેદી અક્ષય નગીનભાઇ વાળા મળી આવ્યો હતો. આ ફરાર કેદીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ પોતે પકડાઇ ન જાય તે માટે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, પોલીસે કેદીને સ્થળ પર જ કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને કેદીને વડોદરા મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments