- સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ બાબતની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી
વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી જનરલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટ પાસે આવેલ નવા જનરેટર મશીનો જ્યાં મૂકવામાં આવ્યા છે તેની પાછળના ભાગમાં અસંખ્ય દારૂની નાની-મોટી ખાલી બોટલો મળી આવી છે. ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂની બંધી હોય ત્યારે આટલા પુષ્કળ પ્રમાણમાં દારૂની ખાલી બોટલો મળી આવ્યું હોય ત્યારે ક્યાંક અધિકારીઓ કર્મચારીઓ દારૂ પીતા હોય તેવો અંદેશો જઈ રહ્યો છે.
બીજી બાજુ જોવા જઈએ તો સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવી છે, તેમા ક્યાંક અધિકારી કે ક્યાંક કર્મચારીઓ પોતે દારૂ પીતા હોય તેવું દ્રશ્ય ઊભું થયું છે. સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં અસંખ્ય સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે. સિક્યુરિટી ગાર્ડ તમામ વિભાગોમાં મૂકવામાં આવેલા છે ત્યારે સયાજીરાવ જનરલ હોસ્પિટલ ના કમ્પાઉન્ડ વિભાગમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી તે ખૂબ જ ગંભીર બાબત છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું છે કે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ બાબતની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.