વડોદરામાં આજે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે રોજગાર મેળો યોજાયો, 154 યુવાન-યુવતીની સરકારી નોકરીની ઇચ્છા પૂરી

દેશમાં 40 સ્થળો પર આયોજિત કાર્યક્રમોમાં 51 હજાર નિમણૂક પત્રો વિતરણ કરાયા

MailVadodara.com - Employment-fair-held-at-Postal-Training-Center-in-Vadodara-today-154-youths-aspired-for-government-jobs

- નોકરી મેળવનારને નોકરી મળ્યાની તેમજ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવાઇ


આજે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે રોજગાર મેળો યોજાયો હતો. દેશમાં 40 સ્થળો પર આયોજિત કાર્યક્રમોમાં દેશભરમાં 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા ખાતે 154 યુવાનો અને યુવતીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા હતા. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સ્થળોને સંબોધિત કર્યા હતા. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતીઓ ગ્રામીણ ડાક સેવક, કોમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક, જુનિયર-ક્લાર્ક-કમ-ટાઈપિસ્ટ, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર્સ, કોન્સ્ટેબલ સહિતની વિવિધ જગ્યાઓ પર જોડાશે.


રોજગાર મેળા એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટેની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે. નવનિયુક્ત ભરતીઓને કર્મયોગી પ્રરંભ દ્વારા પાયાની તાલીમ લેવાની તક મળશે, જે IGOT કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ઓરિએન્ટેશન મોડ્યુલ છે.


વડોદરા ખાતેના કાર્યક્રમમાં પોસ્ટ વિભાગ, ભારતીય રેલવે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા 154 નવી ભરતીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણીયા અને અતિથિ વિશેષ તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે પોસ્ટલ સર્વિસ વડોદરા રીજિયનના ડાયરેક્ટર ડો. એસ. શીવરામ ઉપસ્થિત રહ્યા હતા.

આજે વડોદરા ખાતેના કાર્યક્રમમાં નિમણૂંક પત્રો સ્વિકારવા માટે આવી પહોંચેલા યુવાનો અને મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દરેક શિક્ષીત યુવાનો અને અને યુવતીઓને સરકારી નોકરી મળે તેવું સપનું હોય છે. આજે વડોદરામાં 154 યુવાનો અને યુવતીઓ સહિત દેશના 51 હજાર યુવાનો અને યુવતીઓનું સરકારી નોકરીનું સપનું પૂરું થવા જઇ રહ્યું છે. ત્યારે, નોકરી મેળવનારને નોકરી મળ્યાની તેમજ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવી હતી.

Share :

Leave a Comments