- ઉમેદવારે તરસાલી ખાતે રૂબરૂ સંપર્ક કરીને ફોર્મ ભરવાનું રહેશે
લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ ફોર્સ તથા સિક્યુરિટી ગાર્ડમાં ભરતી પૂર્વેની નિ:શુલ્ક (ફ્રી) નિવાસી તાલીમમા જોડાવા માટે તા. 25 ઓક્ટોબરથી ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, જાતિનો દાખલાની નકલ અને પાસપોર્ટ સાઈજ ફોટા સાથે મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી ખાતે રૂબરૂ કચેરી સમય દરમ્યાન અરજી કરવાની રહેશે.
આ તાલીમમાં ઉમેદવારોને 30 દિવસની ફ્રી રહેવા અને જમવા સાથે જ દૈનિક રૂપિયા 100 ભથ્થા/સ્ટાઈપેન્ડ સાથેની શારીરિક, માનસિક ક્ષમતા તથા લેખિત પરીક્ષાની તૈયારી માટેની તાલીમ તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે. ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માટે 8 પાસ, 10 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ઉચ્ચ અભ્યાસ પાસ થયેલો હોવો જોઈશે. અપરિણીત પુરુષ ઉમેદવારોએ કચેરીનો રુબરુ સંપર્ક કરીને નિયત અરજી સાથે ફોર્મ ભરવાનું રહેશે.
અરજી કરેલા ઉમેદવારોમાંથી સ્ક્રુટીની કરીને તમામ કેટેગરીના 60 ઉમેદવારોને અને 30 અનુસૂચિત જાતિના ઉમેદવારો આમ વડોદરા જિલ્લાના કુલ 90 ઉમેદવારોને આગામી સમયમાં 30 દિવસની 240 કલાકની તજજ્ઞ વકતા અને ટ્રેનર દ્વારા શારીરિક અને બૌદ્ધિક લેખિત પરીક્ષાની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે. આ રોજગારીની વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી પહેલો માળ, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરાનો ડોક્યુમેન્ટ સાથે સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.