બરોડા સેન્ટ્રલ બેકમાં નવા પ્રમુખ તરીકે રાજુ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હેમરાજસિંહની વરણી

5 વર્ષમાંથી અઢી વર્ષની પહેલી ટર્મ પૂરી થતાં બીજી ટર્મ માટે ઔપચારિક ચૂંટણી યોજાઈ હતી

MailVadodara.com - Election-of-Raju-Patel-as-new-President-and-Hemraj-Singh-as-Vice-President-in-Baroda-Central-Back

- બરોડા સેન્ટ્રલ બેન્કને મોટી ખોટમાંથી બહાર લાવી નફો કરતી સંસ્થા કરવાનો શ્રેય મેળવનાર બંને હોદ્દેદારો બદલાતા સહકારી ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો હતો


વડોદરા જિલ્લા સહકારી શ્રેત્રની સૌથી મોટી ધી બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકમાં આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ તરીકે રાજુ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હેમરાજસિંહ મહારાઉલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, તમામ સાથી ડિરેક્ટરોને સાથે રાખી બેકનો વિકાસ કરીશું. તે સાથે ખેડૂત સભાસદોના હિત માટેના નિર્ણયો લેવામાં આવશે. બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન વર્ષો બાદ બદલાતા સહકારી ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના સહકારી વિભાગમાં મહત્વનું સ્થાન ધરાવતી બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેંક દ્વારા સહકારી બેંકો અને સહકારી મંડળીઓને ધિરાણ આપવામાં આવતું હોય છે. ભાજપની સ્પષ્ટ બહુમતીવાળી બેંકમાં છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાતા ચેરમેન અતુલ પટેલ અને વાઇસ ચેરમેન અજીત પટેલની આ વખતની પાંચ વર્ષની ટર્મમાંથી અઢી વર્ષની પહેલી ટર્મ પૂરી થતાં બીજી ટર્મ માટે આજે ઔપચારિક ચૂંટણી યોજાઈ હતી.


ભાજપે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા ચાલુ કરી હોવાથી આજે પ્રદેશના પ્રતિનિધિએ મેન્ડેટ આપ્યો ત્યારે બંને હોદ્દેદારોની જગ્યાએ નવા હોદ્દેદારોના નામો જાહેર થયા હતા. જેમાં પ્રમુખ પદે સાવલી APMCના ડિરેક્ટર રાજુભાઈ પટેલ ઉર્ફે રાજુ ખાખરીયા અને વાઇસ ચેરમેન તરીકે બોડેલી APMCના ડિરેક્ટર શિવરાજસિંહ ઉર્ફે શિવુ મહારાઉલજીના નામ મુકાયા હતા. આમ, બરોડા સેન્ટ્રલ બેંકને મોટી ખોટમાંથી બહાર લાવી નફો કરતી સંસ્થા કરવાનો શ્રેય મેળવનાર બંને હોદ્દેદારો બદલાતા સહકારી ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો હતો.

નોંધનિય છે કે, પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષના ટર્મ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂંક માટે પ્રદેશ ઉપાધ્યક્ષ અને વડોદરા શહેર પ્રભારી દ્વારા બુધવારે બેંકના ડીરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા. ત્યારે આગામી અઢી વર્ષની ટર્મમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન આવશે તે અંગે સહકારી સેત્રમા ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે બેંકમાં નવા પ્રમુખ તરીકે રાજુ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હેમરાજસિંહ મહારાઉલની નિમણૂંક કરવામાં આવતા તમામ ડિરેક્ટરોએ નિમણૂંકને વધાવી લીધી હતી.


ઉલ્લેખનીય છે કે, સહકારી માળખામાં સૌથી મહત્વની કહેવાતી ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકમાં રાજ્યભરમાં ભાજપ પ્રેરિત સહકરી અગ્રણીઓનું સાશન છે. વડોદરાની વાત કરીએ તો ધી બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકના ચેરમેન પદે અતુલ પટેલ અને ઉપપ્રમુખ પદે અજીત પટેલ હતાં. પૂર્વ પ્રમુખ અતુલ પટેલે ચાર્જ સંભાળ્યા બાદ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંક પાછલી તમામ ખોટને સરભર કરીને છેલ્લા ત્રણ વર્ષથી નફો કરતી બેંક બની હતી. અને જેનો સીધો લાભ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકના ખાતેદારો અને સહકારી મંડળી સભાસદોને મળી રહ્યો છે.

Share :

Leave a Comments