વડોદરા જિલ્લામાં પીએમ કિસાન યોજના હેઠળના 12 હજારથી વધુ લાભાર્થી ખેડૂતોના ઈ-કેવાયસી બાકી

તા.22 સુધી કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી કેવાયસી માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઈ

MailVadodara.com - E-KYC-pending-for-more-than-12-thousand-beneficiary-farmers-under-PM-Kisan-Yojana-in-Vadodara-district

વડોદરા કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 15મા હપ્તાથી ઇ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જે લાભાર્થીઓને અગાઉ હપ્તા મળેલ ન હોય તેવા બધા હપ્તા અને આગામી 16મો હપ્તો મેળવવા માટે વડોદરા જિલ્લાના બાકી તમામ 12609 ખેડૂતોનું ઇ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી છે તેઓ માટે સરકાર દ્વારા તા.22 સુધી કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી ઇ-કેવાયસી માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકામાં 1534, ડભોઇમાં 2072, પાદરામાં 1506, સાવલીમાં 2086, શિનોરમાં 1261, વાઘોડિયામાં 995, કરજણમાં 2476 અને ડેસર તાલુકામાં 679 સહિત કુલ 12609 ખેડૂતોના ઇ-કેવાયસી કરવાના બાકી છે. જેના માટે લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે બાયોમેટ્રિક ઓથેંટીફીકેશન દ્વારા ઇ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ફેસ ઓથન્ટીફીકેશન કરી ઇ-કેવાયસી કરાવવાનું રહેશે. જેના આધાર સિડિંગ તેમજ લેંડ સીડીંગ બાકી હોય તેમણે આધાર સિડિંગ માટે જે બેંકમા ખાતુ હોય તે બેંકમાં તેમજ લેંડ સિડિંગ માટે જિલ્લા કક્ષાએ 8-અની લેટેસ્ટ નકલ તેમજ આધાર કાર્ડ જમા કરાવવા જેથી આગળનો હપ્તો મળી શકે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

Share :

Leave a Comments