વડોદરામાં પોલીસે ચેકિંગ દરમિયાન 17 પીધેલા સહિત જુદા-જુદા ગુનામાં 37ની અટકાયત કરી

થર્ટી ફર્સ્ટ પહેલાં શહેરમાં ફતેગંજ, સયાજીગંજ સહિતના વિસ્તારોમાં પોલીસ ચેકિંગ કરાયું

MailVadodara.com - During-checking-in-Vadodara-police-detained-37-persons-including-17-drunk-persons-for-various-offences

વડોદરા શહેરમાં ગઇકાલે મોડીરાતે જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફતેગંજ, રાત્રિ  બજાર, સયાજીગંજ, અમિત નગર સર્કલ જેવા વિસ્તારોમાં પોલીસના કાફલા સાથે ઉતરી પડયા હતા. પોલીસે વાહન ચેકિંગ કરી શકમંદોની પૂછપરછ કરી હતી. પોલીસે ૧૭ પીધેલા સહિત જુદા-જુદા ગુનામાં કુલ ૩૭ લોકોની અટકાયત કરી હતી.

આ પૈકી ફતેગંજમાં જોઇન્ટ પોલીસ કમિશનરે વાહનો ચેક કર્યા હતા. પોલીસે એક થાર કારમાંથી દિપક સોમાભાઇ મકવાણા (રહે. રાંદલધામ સોસાયટી, ન્યુ સમા) અને યોગેશ અનિલભાઇ રોહિત (રહે. એકતા નગર, છાણી જકાત નાકા)ને દારૂ પીધેલી હાલતમાં પકડયા હતા. આગામી દિવસોમાં પોલીસની 30 જેટલી ટીમો દ્વારા નાકાબંધી કરી ચેકિંગ જારી રાખવામાં આવનાર છે.

Share :

Leave a Comments