વડસર બ્રિજ પાસે દુકાનમાંથી 60 હજારના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ ટી શર્ટ ઝડપાયાં

રંધાવા સ્પોર્ટસમાં કંપનીના માણસોએ પોલીસને સાથે રાખી દુકાન ચેકિંગ કર્યું

MailVadodara.com - Duplicate-t-shirts-of-a-branded-company-worth-60000-were-seized-from-a-shop-near-Vadsar-Bridge

- પોલીસે વેપારીની અટકાયત કરીને ડુપ્લિકેટ મુદ્દામાલ કબજે કર્યો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ નીચે રંધાવા સ્પોર્ટસ સ્ટોરની દુકાનમાંથી આર્મર કંપનીના ડુપ્લિકેટ ટીશર્ટના 405 નંગ મળી 60 હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેથી પોલીસે વેપારીની અટકાયત કરીને ડુપ્લિકેટ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ વડસર બ્રિજ નીચે રોડ ઉપર રંધાવા સ્પોર્ટસ નામની દુકાન આવેલી જે દુકાનના રીપનદિપસિંગ સરદારકુલવતસિંગ રંધાવા બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ માલ પોતાની દુકાના વેચી રહ્યો છે. તેવી મળેલી માહિતીના આધારે અમદાવાદ ખાતે રહેતા ધ્રુપદ મુકેશભાઇ પટેલ નેત્રીકા કન્સલન્ટીંગ એન્ડ ઇન્વેસ્ટીગેશન નામની કંપનીના એક્ઝીક્યુટીવ ઓફિસર સહિતના કંપનીના માણસો તથા પોલીસને સાથે રાખીને રંધાવા સ્પોર્ટ્સની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. ત્યારે બ્રાન્ડેડ અન્ડર આર્મર કંપનીના ડુપ્લીકેટ ટી-શર્ટ માર્કાવાળા મળી આવ્યા હતા. જેથી પોલીસે 405 નંગ ટી-શર્ટ એકની કિંમત આશરે રૂપિયા 150 મળી રૂપિયા 6 હજારનો મુદ્દામાલ સાથે વેપારીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments