ગોરવા, કરોડિયા, ઊંડેરામાં નવી ડ્રેનેજ લાઈનની કામગીરીને લઇ રસ્તા બંધ કરી ડાયવર્ઝન અપાયું

વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ કૉર્પોરેશન સફાળુ જાગ્યું

MailVadodara.com - Due-to-the-work-of-new-drainage-line-in-Gorwa-Karodia-undera-roads-were-closed-and-diversions-were-given

- ડ્રેનેજ લાઇનની કામગીરીની આવશ્યકતા પ્રમાણે તબક્કાવારની લંબાઈમાં તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે આવતીકાલે તા.20થી રસ્તો બંધ કરવામાં આવશે

વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ કૉર્પોરેશન સફાળુ જાગ્યું છે. શહેરમાં એનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતાં ત્યારે હવે ઠેર-ઠેર ખોદકામ કરી ક્યાંક પાણીની લાઈન દ્વારા પ્રેશર મેન્ટેન કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વરસાદે પાણીના નિકાલ માટે જૂની અને નવી લાઈનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના ગોરવા, કરોડિયા ઊંડેરા વિસ્તારમાં પણ નવી ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ રસ્તો બંધ કરવામાં આવશે.

શહેરના ગોરવા, કરોડિયા, ઉંડેરા ખાતે નવીન ડ્રેનેજ નેટવર્ક નાંખવાની કામગીરી માટે ઇજારદાર દ્વારા વાપરવામાં આવનાર હેવી મશીનરીઝ, મજુરો/કારીગરોની હેરફેર, તથા કામ માટેના મટીરીયલ્સ રાખવાની જગ્યાના કારણે કેટલાંક રોડ રસ્તાને ડાયવર્ઝન કરવાના હોવાથી જાહેર જનતાના હિતમાં નોટિફિકેશન બહાર પાડી છે.

રૂબી સર્કલથી સત્યનારાયણ ટાઉનશીપ સુધીના ઉડેરા ગામના રસ્તે કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કામની આવશ્યકતા પ્રમાણે તબક્કાવારની લંબાઈમાં તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે તા.20/12/2024થી રસ્તો બંધ કરવામાં આવશે. જેના વિકલ્પે કામગીરી સિવાયના ભાગના અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતી પૂર્વક વપરાશ કરવાનો રહેશે. આ ઉપરાંત કરોડિયા સ્મશાનથી વૃંદાવન ચોકડી સુધીના રસ્તે કામગીરી કરવા અર્થે બાજવાથી કરોડિયાને જોડતો રસ્તો કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કામની આવશ્યકતા પ્રમાણે તબક્કાવાર લંબાઈમાં તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે તા.20/12/2024થી બંધ રાખવામાં આવનાર છે. જેના વિકલ્પે કામગીરી સિવાયના ભાગના અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતી પૂર્વક વપરાશ કરવાનો રહેશે. અહીંથી પસાર થતા લોકો વાહન વ્યવહાર અને અવરજવર માટે આ નોટિફિકેશનને ધ્યાને લઈ કામગીરીમાં સહકાર આપે તેવી અપીલ કરાઈ છે.

Share :

Leave a Comments