ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનો રદ કરાઇ

દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, રેલ નેટવર્કને અસર

MailVadodara.com - Due-to-heavy-rains-in-North-India-trains-passing-through-Vadodara-division-were-cancelled

નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ અનેક રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જયારે હાલ ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે રેલ યાતાયાત પર પણ અસર પડી છે, જેથી પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી ઉત્તર રેલવેની કેટલીક ટ્રેનોને ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને ખરાબ વાતાવરણના પગલે પ્રભાવિત થતા રદ કરવામાં આવી છે .


ઉત્તર ભારતના ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. કમોસમી વરસાદને કારણે રેલવેને પણ અસર થઈ છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે રેલ નેટવર્કને પણ અસર થઈ રહી છે. ઉત્તર રેલવેના સરવિંદ નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર-અંબાલા અને અંબાલા-દિલ્હી વિભાગોમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર થશે.


રદ કરાયેલી ટ્રેન

તારીખ 13-07-2023 ના રોજ ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ - ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

તારીખ 13-07-2023 ના રોજ ટ્રેન નંબર 12471 બાંદ્રા ટર્મિનસથી શ્રી માતા વૈષ્ણો દેવી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Share :

Leave a Comments