સમા-સાવલી રોડ પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ, 5 ઈજાગ્રસ્ત

કડકડતી ઠંડીમાં નિંદ્રાધીન પરિવારના ઝૂંપડામાં કાર ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

MailVadodara.com - Driver-loses-control-of-steering,-car-rams-into-slum-on-Sama-Savli-road-5-injured

- અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત બાળક અને બે મહિલા અને બાળક સહિત પાંચ સભ્યોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા, મંજુસર પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી


વડોદરા શહરમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગત મોડી રાત્રે શહેરના સમા સાવલી રોડ પર આવેલી ઝુપડપટ્ટીમાં ગત મોડી રાત્રે પરિવારના સભ્યો નિદ્રાધીન અવસ્થામાં હતા. ત્યારે અજાણ્યાચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ હોવાથી એક બાળક અને બે મહિલા સહિત પાંચ સભ્યો ઈજાગ્રસ્ત બન્યા હતા. તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે નાસી ગયેલા કારચાલકને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલા મીર્ચ મસાલા રેસ્ટોરન્ટ નજીક એપાર્ટમેન્ટ આવેલું છે. તેની સામે આવેલી ઝુપડપટ્ટીમાં ગત મોડી રાત્રે 20 વર્ષના બાલુ રમણ ડોડિયાર અને તેમના પત્ની હંસાબેન ઉંમર 21, ત્રણ વર્ષનો દીકરો રાજવીર ઉપરાંત 24 વર્ષના ધર્મેશ મુનિયા અને 16 વર્ષના વર્ષાબેન શુકલાભાઈ બારિયા સહિત પરિવારના સભ્યો કડકડતી ઠંડીમાં નિદ્રાધીન અવસ્થામાં હતા.

તે દરમિયાન પૂરઝડપે આવેલા અજાણ્યાચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ હોવાથી બે બાળક અને બે મહિલા સહિત પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે 108ને જાણ કરતા ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત મામલે મંજુસર પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવ અંગે પોલીસે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતનો ભોગ બનેલા ઇજાગ્રસ્તો હાલમાં સાયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Share :

Leave a Comments