વડોદરા પાલિકાની હદમાં જોડાયેલા નવા ગામોમાં 111 કરોડના ખર્ચે ડ્રેનેજનું નેટવર્ક મજબૂત કરાશે

ઉંડેરા ખાતે 57 કરોડના ખર્ચે 21 MLD ક્ષમતાનો નવો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે

MailVadodara.com - Drainage-network-will-be-strengthened-at-a-cost-of-111-crores-in-the-new-villages-attached-to-Vadodara-Municipality

- ગોરવા-ઉંડેરામાં 39 કરોડના ખર્ચે નવું ડ્રેનેજ નેટવર્ક ઊભું કરાશે

વડોદરામાં બે દિવસ અગાઉ મુખ્યમંત્રીના હસ્તે 293 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાંથી શહેરની હદમાં જોડાયેલા ગામડા અને ઓજી વિસ્તારમાં ડ્રેનેજનું નેટવર્ક મજબૂત કરવા 111 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. આમાં ઉંડેરા ખાતે 21 એમએલડી ક્ષમતાનો નવો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા 57 કરોડ ખર્ચ કરવામાં આવશે. 

વડોદરા કોર્પોરેશનની હદમાં પશ્ચિમ ઝોન વિસ્તારમાં નવીન વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે પૈકી ગોરવા, ઊંડેરા તથા કરોડીયા ગામમાં સુનિયોજીત સુવરેજ વ્યવસ્થા અસ્તિત્વમાં નથી. જેના કારણે આ વિસ્તારોમાં નાગરીકોને ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રકચરની પાયાની સુવિધા આપવાના ભાગરૂપે નવીન સુવરેઝ વ્યવસ્થાનું આયોજન કરેલ છે. ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા આપવાના ભાગરૂપે ઉંડેરા ખાતે નવો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું ટી.પી. 43 (ઉંડેરા-અંકોડીયા) ખાતે એફ.પી. 24/1+25-26માં આયોજન કરેલ છે. ગોરવા, ઉંડેરા, કરોડીયા વિસ્તારમાં નેટવર્ક તેમજ એપીએસ બનાવીને તેનું સુવેજ આ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગોરવા-ઉંડેરામાં 39 કરોડના ખર્ચે નવું ડ્રેનેજ નેટવર્ક ઊભું કરાશે તેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. કરોડીયામાં 13 કરોડના ખર્ચે નવું સુએજ પંપીંગ સ્ટેશન અને ડ્રેનેજ પ્રેશર લાઈનની કામગીરી કરવામાં આવશે. ગોરવા-કરોડિયા ટીપી 55-બી ખાતે 2 કરોડના ખર્ચે ડ્રેનેજ ગ્રેવીટી લાઈન બિછાવાશે, જ્યારે વેમાલીમાં 13 એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ 22 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે તેનું લોકાર્પણ કરાયું હતું.

Share :

Leave a Comments