વડોદરાના ડોનાલ્ડે IPS અધિકારીઓને ફાઇટિંગ ની તાલીમ આપી

માર્શલ આર્ટમાં વડોદરાનું ગૌરવ વધાર્યું..!!

MailVadodara.com - Donald-of-Vadodara-imparted-fighting-training-to-IPS-officers

વડોદરામાં રહેતા માર્શલ આર્ટ્સના નિષ્ણાંત ઇન્સ્ટ્રકટર ડોનાલ્ડ મેલવીલે વડોદરાને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. ડોનાલ્ડ હૈદરાબાદ ખાતે NPA (નેશનલ પોલીસ એકેડેમી) તાલીમાર્થી IPS અધિકારીઓને અન આર્મડ કોમ્બેટની ફાઇટિંગની તાલીમ આપી રહ્યા છે.

તાજેતરમાં હૈદરાબાદ સ્થિત નેશનલ પોલીસ એકેડેમી ( NPA ) ખાતે  ૧૬૫ જેટલા IPS અધિકારીઓની તાલીમ પુરી થતા તેમની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. તમે જાણી ને ગર્વ અનુભવશો કે આ તમામ ૧૬૫ જેટલા IPS અધિકારીઓને  UAC ( અન આમર્ડ કોમ્બેટ ) ની ફાઇટિંગની તાલીમ આપ્યા બાદ તેમની પરીક્ષા વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રાધા કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા માર્શલ આર્ટના નિષ્ણાંત ઇન્સ્ટ્રકટર ડોનાલ્ડ મેલવીલે હૈદરાબાદ ખાતે લીધી છહતી. વડોદરા ને ગૌરવ અપાવવાનું ઉજળું કામ કરનાર ડોનાલ્ડ મેલવીલે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ પાંચ બેચમાં ૮૬૦ જેટલા IPS અધિકારીઓને UAC ( અન આર્મ કોમ્બેટ )ની તાલીમ આપી છે. ડોનાલ્ડ મેલવીલે હૈદરાબાદ સ્થિત NPA (નેશનલ પોલીસ એકેડેમી ) ખાતે ૮૬૦ જેટલા તાલીમાર્થી IPS અધિકારીઓને  UAC ની તાલીમ આપી અને હાલમાં તેમની પરીક્ષા પણ લીધી હતી.  IPS અધિકારીઓ સાથે  નેપાળ, ભુતાન, મોરેસિયસ અને મોલદીવ્સથી આવેલા  વિદેશી ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. આગામી નવેમ્બર માસથી ૭૬ RR ની નવી બેચ શરૂ થશે. આ પરીક્ષામાં પાસ થવા માટે ૪૦ માર્ક ની પરીક્ષા આપી પાસ થવું ફરજીયાત છે. NPA દેશભરમાં એકમાત્ર તાલીમ કેન્દ્ર છે, જ્યાં IPS અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. જુદા જુદા વિષયો પર અપાતી તાલીમમાં UAC ની તાલીમ લેવી પણ ફરજીયાત છે. ત્યાર બાદ અધિકારીઓની દેશના વિવિધ જિલ્લા અને શહેરમાં નિમણુંક થાય છે.


ડોનાલ્ડ મેલવીલે આ અગાઉ વર્ષ  ૧૯૯૮ થી ૨૦૦૨ સુધી એટલે કે ચાર વર્ષ NPA માં ચાર બેચમાં ૨૫૦ જેટલાં IPS અધિકારીઓને તાલીમ આપી  ચુક્યા છે.  વિવિધ  માર્શલ આર્ટમાંથી ભારતમાં ફાઇટ માટે ઉપયોગી બની રહે એવી ટેક્નિક તૈયાર કરી ડોનાલ્ડ UAC ની તાલીમ આપે  છે. આ વિવિધ ટેક્નિકઓમાં મુખ્યત્વે 'વિંગ-શુન' નો પણ સમાવેશ થાય  છે. ડોનાલ્ડ છેલ્લા ૪૮ વર્ષથી  વિવિધ સુરક્ષા દળો જેવા કે BSF, NSG કમાન્ડો, CRPF સહિત ગુજરાત પોલીસને તાલીમ આપી રહ્યા છે. NPA માં વર્ષો જૂની ફાઇટિંગ ટેક્નિકના સ્થાને ડોનાલ્ડે તૈયાર કરેલી ફાઇટિંગ ની આધુનિક ટેક્નિક શીખવવામાં  આવે છે, જે ખાસ કરીને રોડ પર અણીના સમયે ખુબ જ અસરકારક સાબિત થાય છે.  આવી જ રીતે વર્ષ ૨૦૧૬ માં CRPF માં પણ વર્ષો જૂની ફાઇટિંગ ટેક્નિકનું સ્થાન આધુનિક માર્શલ આર્ટથી બનેલી UAC  ની ટેક્નિકે લીધું છે. CRPF અને NPA માં ફાઇટિંગ ટેક્નિક ની માર્ગદર્શિકા ડોનાલ્ડ મેલવીલે તૈયાર કરી છે. ડોનાલ્ડે CRPF ના આશરે કુલ એક હજાર જેટલા જવાનોને તાલીમ આપી છે. આ પૈકીના ૫૪ જેટલા જવાનોને માસ્ટર ટ્રેનર ની તાલીમ આપી છે, જે દેશભરમાં આવેલા  CRPF ના વિવિધ કેન્દ્રોમાં તાલીમ લેવા માટે આવતા જવાનોને તાલીમ આપી રહ્યા છે. આ ૫૪ પૈકી આઠ માસ્ટર ટ્રેનર હાલમાં ડોનાલ્ડના માર્ગદર્શન હેઠળ NPA માં પ્રોબેશનર IPS અધિકારીઓને તાલીમ આપી રહ્યા છે. આ અગાઉ ડોનાલ્ડે સત્ય મંગલમના જંગલોમાં કુખ્યાત ચંદન તસ્કર વિરપ્પનનો ખાત્મો બોલાવનાર  STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ) ને પણ માર્શલ આર્ટની તાલીમ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરપ્પનનું એન્કાઉન્ટર કરનાર ટીમના તત્કાલીન વડા શ્રી વિજયકુમાર હતા. હાલમાં  આ સમગ્ર ઑપરેશન પર વેબ સિરીઝ બની છે, જેમાં વિજય કુમાર અને અન્ય અધિકારી હુસેનની જાબાઝી દર્શાવવામાં આવી છે.

NPA ના ડાયરેક્ટર રહી ચૂકેલા  અને હાલમાં NDRF ના DG  અતુલ કરવાલ છેલ્લા ૩૦ વર્ષથી ડોનાલ્ડ સાથે માર્શલ આર્ટ ની પ્રેક્ટિસ કરે છે. ડોનાલ્ડ પોતે આ આર્ટ શીખવા ચીનનો ૧૭ વખત અને જર્મનીનો એકવાર પ્રવાસ કરી ચુક્યા છે, અને જેમની પાસે ડોનાલ્ડ માર્શલ આર્ટ શીખ્યા છે એવા ગ્રાન્ડ માસ્ટર ને ભારતમાં પાંચ વખત આમન્ત્રિત પણ કરી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ ની સૌથી આધુનિક ગણાતી અમેરિકાની FBI અને જર્મનીની GS-9 ફોર્સ ને પણ 'વિંગ-શુન' ની તાલીમ આપવામાં આવે છે.

માર્શલ આર્ટમાં દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર મેલવીલ ડોનાલ્ડને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે NPA, CRPF, BSF અને STF દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જયારે ભૂતકાળમાં ગુજરાત વિધાનસભાના તત્કાલીન અઘ્યક્ષ દ્વારા પણ ડોનાલ્ડ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આમ  ડોનાલ્ડ મેલવીલે માર્શલ આર્ટના નિષ્ણાંત ઇન્સ્ટ્રકટર તરીકે વડોદરાને ગૌરવ અપાવ્યું છે.

Share :

Leave a Comments