વડોદરાના આશરો સેવા ફાઉન્ડેશને નર્મદાના પુરમાં તારાજ થયેલા સિસોદરા ગામના અસરગ્રસ્તોને સહાય કિટનું વિતરણ કર્યું હતું.
આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના નદી કાંઠે આવેલ સિસોદ્રા ગામ કે જ્યાં બહુ મોટો એક મજૂરીયાત વર્ગ વસે છે. એકાએક નર્મદાના પાણી ફરી વળતાં તારાજી સર્જાઈ હતી. મોટા પ્રમાણમાં પશુમરણ પણ થયું, બાળકોને સ્કૂલના ચોપડા તેમજ અન્ય વસ્તુઓ પાણીમાં તણાઈ ગયા હતા. કેટલાક કાચા મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. ઘણી જગ્યાએ માત્ર દરવાજા રહી ગયા હતા. આશરો ફાઉન્ડેશને આવા લાચાર બનેલા પરિવારોને તાડપત્રી અનાજની કીટ કપડા ચંપલ ફરસાણ તેમજ પાણીની બોટલ નું વિતરણ કર્યું હતું. આશરો સેવા ફાઉન્ડેશને મદદ નો હાથ લંબાવતા કુદરતી આફતમાં પાયમાલ થયેલા ગ્રામજનોએ મોટી રાહત અનુભવી હતી. અસરગ્રસ્તોએ આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખ નીતિન બી ચૌહાણ તેમજ તેમની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.