રામ નવમી નિમિત્તે શહેરના રામજી મંદિરોમાં ભક્તોની ભીડ : આજે શોભાયાત્રા નીકળશે

સાંજે સાડા પાંચ કલાકે રણ-મુક્તેશ્વર મહાદેવ મંદિરે ભગવાન રામજીની મહાઆરતી થશે

MailVadodara.com - Devotees-throng-city-Ramji-temples-on-the-occasion-of-Ram-Navami-A-procession-will-take-place-today

- 7 વર્ષથી ગૌરક્ષા સેવા સમિતિ રામનવમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે છે


વડોદરામાં આજે રામ નવમી નિમિત્તે રામજી મંદિર ખાતે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો તેની સાથે સાથે રામજી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા સાત વર્ષથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આજે પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર આજે સાંજે નીકળશે. જેમાં માનવ મેહેરામણ ઉમટી પડશે. 


રામનવમી ભગવાન રામના જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે. પૌરાણિક કથાઓ અને વાર્તાને જાણીએ તો તમને આ જ શીખામણ મળે છે કે, એક પુરૂષનું ચરિત્ર ભગવાન રામની રીતે જ હોવા જોઈએ. આ જ કારણ છે કે, ભારતવર્ષમાં ભગવાન રામના અનુગામી ઘણા છે. ત્યારે પ્રતિ વર્ષની માફક વડોદરા શહેરમાં આ વર્ષે પણ ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાંજે સાડા પાંચ કલાકે પ્રતાપ નગર રણ-મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન રામજીની મહાઆરતી બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જેમાં વેશભૂષા સાથે બાળકો, ભજન મંડળી, શ્રી હનુમાનજીની વેશભૂષા, શ્રી રામજીની નવી પ્રતિમા તથા અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ શોભાયાત્રા ચોખંડી, માંડવી, ન્યાય મંદિર થઈ લાલકોર્ટ તાડફળિયા ખાતેના શ્રી રામજી મંદિર ખાતે રાત્રે 10:30 કલાકે પૂર્ણ થશે. લાઇટિંગ અને ડીજેના તાલે આ  ભવ્ય શોભાયાત્રામાં અંદાજે 20 હજારથી વધુ ભક્તો જોડાશે.


Share :

Leave a Comments