સગીરાનો પીછો કરી તેના ઘરે લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધનાર આરોપીની અટકાયત

કપૂરાઈ પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

MailVadodara.com - Detention-of-the-accused-who-chased-the-minor-and-took-her-to-her-house-and-had-physical-relations-with-her

- 15 વર્ષીય સગીરા સાથે ત્રણ વાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે, કોઈને જાણ કરીશ તો તારા ભાઈને જાનથી મારી નાખીશ

વડોદરા શહેર સહિત રાજ્યમાં અવારનવાર સગીરાઓ સાથે શારીરિક અડપલા અને સગીરાઓની ઉંમરનો ફાયદો નરાધમો ઉઠાવી લેતાં હોય છે ત્યારે વડોદરાના કપુરાઇ પોલીસ મથક હદ વિસ્તારમાં 15 વર્ષીય સગીરાનો સ્કૂલેથી પરત ફરતા પીછો કરી તેના ઘરે લઈ જઈ તેની સાથે ત્રણ-ત્રણ વાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ સગીરાને જો કોઈને કહીશ તો તારા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ સંદર્ભે કપુરાઈ પોલીસે પૉક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભરતભાઈ ઉર્ફે યોગેશ મહેન્દ્રભાઈ સોલંકી (રહે. બ્લોક 09, નુર્મ આવાસ યોજના વુડાના મકાનમાં, જામ્બુવા, વડોદરા)ની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ અંગેની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ પીડિત સગીરાના પણ નિવેદન લેવામાં આવ્યા છે.

કપુરાઈ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી વર્ષ 2023માં એપ્રિલ, જૂન અને સપ્ટેમ્બર માસમાં બપોરના સમયમાં ફરિયાદીની સગીર વયની દીકરી હોવાનું જાણતો છતાં વર્ષ 2023માં સ્કૂલેથી છૂટતી વખતે અવારનવાર તેનો પીછો કરી તેના ઘરે લઈ જઈ અને તેની સાથે ત્રણ-ત્રણ વાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સાથે આ બનાવ સંદર્ભે આ સગીરાને આરોપીએ ધમકી આપી હતી કે, તારા માતા પિતા કે અન્ય કોઈને જાણ કરીશ તો તારા ભાઈને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતા તેને કોઈ જાણ કરી નહોતી. ત્યારબાદ આ બનાવ સંદર્ભે ફરિયાદીના દીકરા સાથે આરોપીએ બોલાચારી કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવના સંદર્ભે કપૂરાઈ પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments