વાહન ચોરી, પ્રોહીબિશન, ચેઇન સ્નેચિંગ જેવા ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની પાસા હેઠળ અટકાયત

શહેર પીસીબી દ્વારા તમામ આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં મોકલાયાં

MailVadodara.com - Detention-of-5-accused-involved-in-crimes-like-vehicle-theft-prohibition-chain-snatching

વડોદરા શહેર પીસીબી દ્વારા વાહન ચોરી, પ્રોહીબિશન, ચેઇન સ્નેચિંગ જેવા ગુનામાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

વડોદરા શહેર પીસીબી પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી વિરેન્દ્ર ખંગારસિંગ રાવત (મૂળ રહે. બાગમલ ગામ રાજસ્થાન)ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલા નરેશ રાવજીભાઈ પરમાર (રહે. ગણેશ સોસાયટી, વાઘોડિયા રોડની પાસા હેઠળ અટકાયત કરીને મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. અન્ય કેસમાં સુરતના પાંડેસરા ખાતે રહેતો મહાવીરકુમાર નારાયણલાલ ચંદેલ વાહનચોરીના ગુનામાં પકડાયો હતો. આ ઇસમના નામે અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાયા છે. આરોપી વાહન ચોરી કરવામાં પાવરધો હોવાથી તેની અટકાયત કરીને પાસાની કાર્યવાહી કરીને મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં સોનાના અછોડા તોડવાના ત્રણ બનાવમાં સંડોવાયેલા (મૂળ રહે. વંથલી જૂનાગઢ)નો સન્નીસિંગ રાજેશસિંગ ટાંકને પાસા હેઠળ પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પીસીબીએ પ્રોહિબિશનના ગુનામાં શહેરના વિવિધ પોલીસ મથકે નોંધાયેલ ગુના અંગે સયાજીપાર્ક ખાતે રહેતા અમિત મુકેશભાઈ દરજીને ઝડપી પાડી પાસા હેઠળ મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments