- પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દુકાનને ક્લોઝર નોટીસ પાઠવીને સીલ કરી દેવામાં આવી
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી ન્યુ હુસેની નામની દુકાનમાથી અગાઉ ગૌમાંસના સમોસા મળી આવ્યા હતાં. તેથી પાલિકાએ દુકાનનું લાયસન્સ રદ કર્યું હતું. દુકાનદારે લાયસન્સ રદ થયું હોવા છતાં સમોસાની દુકાન ચાલુ કરી દેતા આજે પાલિકાએ દુકાન સીલ કરી છે. સમગ્ર મામલાની વાત કરીએ તો પાણીગેટમાં ન્યુ હુસેની સમોસાની દુકાન છે. તાજેતરમાં આ દુકામાથી ગૌમાંસના સમોસા મળી આવ્યા હતા. ત્યારબાદ તેઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લાયસન્સ ફરી એક્ટીવ કરાવ્યા વગર જ ધંધો ફરી શરૂ કરતા આજે પાલિકાની ટીમે ફરી કાર્યવાહી કરી હતી અને દુકાનને સીલ કરી માર્યું હતું. આ ઉપરાંત દુકાનમાંથી મળેલી ચીજ વસ્તુઓનો તાત્કાલીક નાશ કર્યો હતો.
ન્યુ હુસેની દુકાન સંચાલકને ત્યાંથી ગૌમાંસના સમોસાની ફેક્ટરી ઝડપાઇ હતી. આ મામલો સામે આવતા પાલિકા દ્વારા સમોસાની દુકાનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી કર્યું હતું. જોકે, તાજેતરમાં દુકાનનું સસ્પેન્ડ થયેલું રજીસ્ટ્રેશન એક્ટીવ કર્યા વગર જ સંચાલકો દ્વારા પુનઃ વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણ પાલિકાની ખોરાક શાખા સુધી પહોંચતા આજે કાર્યવાહી કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દુકાનને ક્લોઝર નોટીસ પાઠવીને સીલ કરી દેવામાં આવી છે.
પાલિકાની ખોરાક શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે, આજે પાણીગેટ વિસ્તારમાં આવેલા ન્યુ હુસૈની સમોસા સેન્ટરમાં ફરિયાદના આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમનું રજીસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કરેલું હતું. છતાં લાયસન્સ એક્ટીવ કરાયા વગર જ ધંધો શરૂ કરી દીધો હતો. આજે દુકાન સીલ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કામગીરી કરવામાં આવી છે. તેમના ઘરેથી ગૌમાંસનું મટીરીયલ મળી આવ્યું હતું. પરંતુ અહિંયા માત્ર વેચાણ થતું હતું. જે તે સમયે અહિંયાથી ગૌમાસના સમોસા મળવા અંગે જાણકારી મળતા તાત્કાલીક તેમનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આજે મળેલા માલનો નાશ પણ કરી દેવામાં આવ્યો છે. આજે માત્ર ક્લોઝર નોટિસની કામગીરી કરવામાં આવી છે.