ડભોઇમાં ડેપ્યુટી મામલતદારનો ગુજરાતીમાં સોંગ બનાવી મતદારોમાં જાગૃતિ લાવવા અનેરો પ્રયાસ

હાલ લોકસભાની ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં નામ સુધારણા કાર્યક્રમો ચાલી રહ્યા છે

MailVadodara.com - Deputy-Mamlatdar-in-Dabhoi-made-another-attempt-to-create-awareness-among-the-voters-by-making-a-song-in-Gujarati

મતદાતાઓ માટે ગોતી લો ગોતી લો સોંગ પર કડીઓ ગોઠવી રિલ્સ બનાવી મતદારોને સમજાવાનો પ્રયાસ કર્યો છે : શૈલેષભાઇ પરમાર

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ ચૂંટણીને લઇ હાલ રાજ્ય સરકાર દ્વારા મતદાનમાં જાગૃતતા લાવવા તેમજ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત મતદાર યાદીમાં નામ સુધારણા જેવા કાર્યક્રમ ચાલી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ રૂલર મામલતદાર કચેરીના ડેપ્યુટી મામલતદારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ 'ગોતી લો' ગીત પર મતદારોમાં જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


વડોદરાના ડભોઇ રૂલરના ચૂંટણી શાખામાં ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદાર શૈલેષભાઇ પરમાર ફરજ બજાવે છે. જ્યાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે ડેપ્યુટી મામલતદારનો મતદાતાઓ માટે નવતર પ્રયોગ હાથ ધરી અનેરો પ્રયાસ હાથ ધર્યો છે. તેઓએ ગુજરાતી સોંગ બનાવી મતદાતાઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કયો છે. જેમાં ગોતી લો ગોતી લો સોંગ પર મતદાતાઓ માટે કડીઓ બનાવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી મતદારોને સમજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ડેપ્યુટી મામલતદાર શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે, ગઇકાલે મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હું મતદાર યાદીમાં નામ શોધી રહ્યો હતો અને તે દરમિયાન હાલમાં પ્રચલિત થયેલું ગીત ગોતી લો યાદ આવતા મેં તેના પર ટોન આપી મતદારોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે આ ગીત બનાવી સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મુક્યું હતું. ત્યાંથી આ ગીત વાયરલ થયું છે મારો હેતુ માત્ર મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


આ વાયરલ વીડિયોમાં તેઓ જણાવે છે કે, તમારું મતદાર યાદીમાં નામ ગોતી લો, ગોતી લો...જો ના હોય તો ફોર્મ 6 ભરી દો...જો ડબલ હોય તો ફોર્મ 7 ભરવું પડશે અને જો નામ સુધારવું હોય તો ફોર્મ 8 ભરવું પડશે... મતદાર યાદીમાં નામ ગોતી લો...આ રીતે ગીત બનાવી મતદારોને આકર્ષવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. મતદાર યાદીમાં નામ બાબતે મતદારોમાં જાગૃતિ ફેલાય અને યોગ્ય કામગીરી કરે તે અર્થે આ રીલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીમાં નામ સુધારણા કાર્યક્રમ સાથે આ સોંગ વાયરલ થઈ રહ્યું છે.

Share :

Leave a Comments