સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર તથા તેના સાગરીતો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી

વિશ્વામિત્રી બચાવ સમિતિએ

MailVadodara.com - Demanded-criminal-action-against-Congress-candidate-and-his-associates-in-Surat

- સ્વયં સોગંદનામું કરી સહી ખોટી હોવાનું કહેનાર સામે વિશ્વાસઘાત અને મુજબ ગુન્હો નોંધાવો જોઈએ

અમે વિશ્વામિત્રી બચાવો સમિતિએ સુરતના લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવારને બીન હરીફ જાહેર થવા પાછળ કોંગ્રેસના ઉમેદવાર તથા તેમના સાગરીતોના ષડયંત્ર ની તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

           વડોદરાના એડવોકેટ અને વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલેષ અમીને જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ વ્યક્તિ બોગસ સહીઓ કરી, નકલી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવી, સરકારના અધિકારી સમક્ષ સાચા દસ્તાવેજી પાત્રો હોવાનું સોગંદપૂર્વક જણાવી રજૂ કરી, સરકારને છેતરવાનો પ્રયાસ કરે તો સરકાર દ્વારા ગંભીર પ્રકારનો ફોજદારી ગુન્હો દાખલ કરાય છે. એવી રીતે સુરત માં જીલ્લા ચુંટણી અધિકારી તેમજ કલેકટર સમક્ષ નિલેશ કુંભાણી નામના વ્યક્તીએ, પોતાના કેટલાક સમર્થકો સાથે આવી, લોકસભા ચુંટણી લડવા માટેનું ઉમેદવારી પત્રક કે જેમાં  દરખાસ્ત કરનારાઓ ની બોગસ, નકલી અને બનાવટી સહીઓ કરી અને કરાવી, ઉમેદવારી માટેની  નિયત ડિપોઝિટ ના રૂપિયા ભરી, ચુંટણી અધિકારી સમક્ષ સોગંદ લઈ ઉમેદવારી નોંધાવે અને ત્યારબાદ નિલેશ કુંભાણી એ રજૂ કરેલ ઉમેદવારીપત્ર માં સહી કરી ઓળખ વિગતો દર્શાવેલ દરખાસ્ત કરનાર પોતે ચુંટણી અધિકારી સમક્ષ જાતે સ્વયમ ઉપસ્થીત થઈ, તેઓની દરખાસ્ત કરનાર તરીકે કરાયેલી સહી ખોટી અને બોગસ હોવાનું સોગંદનામુ રજૂ કરે, ત્યારે ઉમેદવારીપત્ર સ્વીકારનાર જીલ્લા ચુંટણી અધિકારી તેમજ કલેકટરે સોગંદ સાથે ઉમેદવારી પત્ર રજૂ કરનાર નિલેશ કુંભાણી ઉપર ચોક્કસ લોકોએ ભેગા મળી ષડયંત્ર રચીને કરેલી છેતરપિંડી, વિશ્વાસઘાત, બનાવટી સહીઓ થી રજૂ ઉમેદવારીપત્ર, માટે ફોજદારી ધારાની કલમ ૪૨૦, ૪૨૨, ૫૦૬, ૪૬૭,  ૪૬૮ અને ૧૨૦(બી) મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ કારણ ભારતમાં ચુંટણીઓ સંવિધાન  ને આધીન યોજાય છે અને નિલેષ કુંભાની એ ભારતના સંવિધાન સાથે છેતરપિંડી કરેલી ત્યારે એ ભારતના સંવિધાન નો ગુન્હેગાર બને છે જેથી સમગ્ર દેશના નાગરિકો નો ગુન્હેગાર છે.

આ સાથે અમારી ભારત ના સંવિધાનની માં સન્માન જળવાય અને ભવિષ્યમાં સંવિધાન સાથે રમત  કરવાની કોશિશ કરે નહિ તેવું દ્રષ્ટાંત બેસે તે માટે સખત માંગ છે કે જાણી જોઈને દરખાસ્ત કરનારની નકલી અને બોગસ સહીઓ ધરાવતું લોકસભા ચુંટણી માટેનું ઉમેદવારીપત્ર રજૂ કરનાર નિલેશ કુંભાણી ઉપર સખત માં સખત ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સમિતિએ કરી હતી.

Share :

Leave a Comments