સુરતમાં નોટાના વિકલ્પ સાથે મતદાન કરાવવાની માંગ

વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા..

MailVadodara.com - Demand-for-voting-with-note-option-in-Surat

- ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવાથી નોટા નો હક છીનવાયો : શૈલેષ અમીન

વિશ્વામિત્રી બચાવ સમિતિએ સુરતમાં ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવાનો સખત વિરોધ કર્યો છે. સમિતિએ નોટા ના વિકલ્પ સાથે મતદાન કરાવવાની માંગ કરી છે.

       વિશ્વામિત્રી બચાવ સમિતિના ધારાસભ્ય શૈલેષ અમીન નું કહેવું છે કે ભારતના નિષ્પક્ષપાત ચૂંટણીને સાક્ષી રાખી, ઉપયોગ કરી શાસકોએ સુરત લોકસભા ચૂંટણીમાં એક હરીફ ઉમેદવારનું નામાંકન રદ કરાવી, અન્ય ઉમેદવારોને પોલીસ દબાણ કરાવી પરત ખેંચાવી લોકશાહીની જગજાહરે હત્યા કરી છે. દુઃખની વાત એ છે કે કહેવાતું નિષ્પક્ષપાત ચૂંટણી પંચ પણ લોકશાહી હત્યા માં ભાગ બની ગયું. જ્યારે ચૂંટણી પંચ રાતોરાત અસંખ્ય પોલીસ અધિકારીઓની બદલી કરવાની સત્તાનો ઉપયોગ કરે છે તો ઉમેદવારો, ટેકેદારોને પોલીસ રક્ષણ પણ સત્તા નો  ઉપયોગ કરી શકે. એક ઉમેદવાર ના ટેકેદારો ફરી ગયેલા જાહેર થાય અને બાકીના તમામ ઉમેદવારો  ફોર્મ પરત ખેંચી જાય ત્યારે ખૂબ મોટા કાળાનાણાં નો ઉપયોગ કરાયો હોઈ શકે, એ માટે ચૂંટણી પંચ  ઈ.ડી. અને ઇન્કમટેક્સ નો પણ ઉપયોગ કરી શકે પણ ચૂપ રહી માત્ર બે-પાંચ લાખ રૂપિયા ની  હેરાફેરી પકડી પોતાની કામગીરી બતાવવાનો પ્રયાસ કરે છે, જે શરમજનક છે. 

આ પરિસ્થિતિ એ પહોંચ્યા બાદ અમારી માંગ છે જ્યારથી "નોટા" એટલે બેલેટ માં દર્શાવેલ  ઉમેદવારો ના નામો માંથી એકેય ઉમેદવાર નહિ. (Non Of The Above) નો નાગરિકો ને અધિકાર  મળ્યો ત્યારથી બેલેટ પર NOTA નામનો એક વોટ ધરાવતો ઉમેદવાર કાયમી થયો. હવે જ્યારે સુરત  લોકસભા માં એક ઉમેદવારના ટેકેદારો ફરી જતા અને બીજા ઉમેદવારો ને લોભ, લાલચ, ધાક, ધમકી થી ફોર્મ પરત ખેચાવતા માત્ર એક ઉમેદવાર રહ્યો ત્યારે બીજો ઉમેદવાર "NOTA" નો વિકલ્પ પણ મતદારો ને વાપરવાનો અધિકાર મળેલો છે. નામ સુપ્રીમ કોર્ટે મતદાર ને બેલેટ માં દર્શાવેલા  ઉમેદવારો માંથી એકેય પસંદ નહિ હોવાથી મત આપવો નથી પણ સાથે મતદારને પોતાનો  બંધારણીય મત આપવાનો અધિકાર છોડવો કે ગુમાવવો નથી એના માટે "NOTA" ને વોટ આપવાનો  વિકલ્પ બંધારણીય હક્ક આપ્યો છે. સુરત લોકસભા ની ચૂંટણી માં રહેલો એક ઉમેદવાર અને તેને  વોટ નહિ આપવા ઈચ્છતા મતદારો માટે બંધારણીય હક્ક થી મળેલ નવકલ્પ "NOTA" નું બેલેટ  બનાવી ચૂંટણી યોજી, નાગરિકોને ઉમેદવાર પસંદ નહિ હોવા છતાંય મતાધિકાર વાપરવાનો  બંધારણીય હક્ક આપવો જોઈએ એવી માંગ વિશ્વામિત્રી બચાવ સમિતિએ કરી છે.

Share :

Leave a Comments