ટ્રેક્ટર ખરીદી કૌભાંડમાં જવાબદાર તમામ અધિકારી અને સભ્યોને સસ્પેન્ડ કરી પગલાં ભરવા માંગણી

તાલુકા પંચાયત દ્વારા 77 ગ્રામ પંચાયત માટે 102 ટ્રેક્ટર ખરીદવામાં આવ્યા

MailVadodara.com - Demand-action-by-suspending-all-officers-and-members-responsible-in-the-tractor-purchase-scam

- સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી


વડોદરા તાલુકા પંચાયત દ્વારા 77 ગ્રામ પંચાયત માટે 102 ટ્રેક્ટર-ટ્રોલીની ખરીદીમાં થયેલ કથિત ભ્રષ્ટાચારમાં તાલુકા વિકાસ અધિકારી ફરજ મોકુફ થયા છે ત્યારે તાલુકા પંચાયતના જવાબદાર તમામ સભ્યોને તાત્કાલીક સસ્પેન્ડ કરી પગલાં ભરવાની માંગ સાથે  સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છતા જળવાય તેના માટે ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન ચલાવી રહ્યા છે, જેમાં ગુજરાત સરકાર પણ સહભાગી છે અને હાલ ગુજરાત સરકાર દ્વારા વડોદરા તાલુકાના તમામ ગામોને સ્વચ્છતા જળવાય તેમજ અન્ય કામગીરી માટે-મોટી રકમ ફાળવવામાં આવી રહી છે, ત્યારે એક ટ્રેક્ટર-ટ્રોલીની ખરીદીની 5 લાખથી ઓછી રકમ હતી. તેથી ગ્રામ પંચાયત દ્વારા ખરીદી કરવાની હતી પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તે ટ્રેક્ટર ટ્રોલીની ખરીદી કરવામાં આવી નથી તેવી જાણકારી મળી હતી.


બીજી બાજુ અધિકારીઓ તેમજ સત્તામાં રહેલા સતાધિશો દ્વારા ટ્રેક્ટર ટ્રોલીની ખરીદી માટે સૂચના આપવામાં આવેલ હતી કે ઠરાવ કરી મોકલી આપી સાથે ચેક પણ મંગાવ્યા હતા અને કોઇપણ ગ્રામ પંચાયત દ્વારા ક્વોટેશન મંગાવ્યા નથી અને ટ્રેક્ટર ટ્રોલીની ભ્રષ્ટ્રાચાર કર્યો છે તેવું જણાઇ આવ્યું છે અને જે ક્વોટેશન મંગાવ્યા છે તે ક્વોટેશન ત્રણ જ એજન્સીઓ પાસેથી મંગાવ્યા છે. આ ક્વોટેશન મંગાવનાર અધિકારીની તપાસ કરવામાં આવે તેમજ ક્વોટેશન આપનાર તમામ એજન્સીઓની પણ તપાસ કરવાની સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરાઇ છે. સાથે સાથે એજન્સી સામે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

અતુલ ગામેચીએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેક્ટર ટ્રોલીની ખરીદીમાં થયેલ ભ્રષ્ટ્રાચારમાં તાલુકા વિકાસ અધિકારી ફરજ પરથી દુર કરવામાં આવ્યા છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વહિવટી કર્તાની પાંખના જવાબદાર કારોબારી સમિતિના જેટલા હાજર સભ્યો હતા તે તમામ સભ્યોને તાત્કાલીક સસ્પેન્ડ કરવા અને કાયદેસરની કાર્યવાહિ કરી આ બોડીને દૂર કરવાની માંગ પણ તેઓએ કરી છે. અગાઉ પણ તેમણે ત્રણ વખત આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું અને આજે રજૂઆત કરતાં તેમણે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી સુધી આ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

Share :

Leave a Comments