બિનજરૂરી કાંસ બનાવી રહેલા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ

વિશ્વામિત્રી બચાવ સમિતિ એ કામ રોકી તપાસ કરવાની માંગ કરી

MailVadodara.com - Demand-action-against-officials-making-unnecessary-bronze


વડોદરા શહેરમાં જ્યાં છેલ્લા 50 વર્ષમાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય કે શહેરમાં મોટા પુર આવ્યા હોય છતાય એક ઇંચ પણ પાણી ભરાતું નથી, તેવા રોડ ખોદીને વરસાદી કાંસ નાખી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા પાલિકા ના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.


વિશ્વામિત્રી બચાવો સમિતિ વડોદરાના અમો એડવોકેટ શૈલેષ અમીને આ જણાવ્યું હતું કે, ભૂતડીઝાંપાથી આર્યકન્યા  જીવનભારતી ચાર રસ્તા પર આવેલ નાગરવાડા/બહુચરાજી નામની કુદરતી વરસાદી કાંસ ઉપર ના બ્રીજ બાદ શરુ થતી અતુલ પાર્ક સોસાયટીથી વાયરોક હોસ્પિટલ, સરદાર છાત્રાલયથી આર્યકન્યા વાળા રોડ ઉપર ગમે તેવા ભયંકર પાણી ના પુર આવ્યા હોય છતાય આ રોડ ઉપર એક ઇંચ સુધ્ધાય પાણી ભરાતું નથી. આ આખો રોડ ખુબ ઉંચાણ ઉપર આવેલો છે અને રોડ ની આસપાસ કુદરતી ઢાળ હોવાથી પાણી એક મિનીટ પણ ટકતું જ નથી અને આપોઆપ આજુબાજુ ના નીચાણ વાળા વિસ્તાર તરફ નીકળી જાય છે. પાલિકા ના રૂપિયા નો વ્યય કરી ને રોડ તોડી ને નંખાતી વરસાદી કાંસ માટે ટેન્ડરની ડીઝાઈન કરનાર કાર્યપાલક ઈજનેર ઉપર સખતમાં સખત કાર્યવાહી કરી ને તેમના પગાર માંથી વ્યય કરાતા રૂપિયા વસુલવામાં આવે, તાત્કાલિક કામ રોકી તપાસ કરવામાં આવે.


Share :

Leave a Comments