સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા નવી ધરતી વિસ્તારમાં રહેતા 65 વર્ષિય વૃદ્ધાનું મોત

૧૦ દિવસ પૂર્વે ઝાડા-ઉલટી થતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

MailVadodara.com - Death-of-a-65-year-old-man-living-in-Nawi-Dharti-area-who-was-undergoing-corona-treatment-at-Sayaji-Hospital

- વૃદ્ધ મહિલાને કોરોનાની સાથે હૃદય સહિત અન્ય બીમારીઓ પણ હતી

- લોકોએ ભીડભાડવાળી જગા પર જવાનું ટાળવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના

શહેરમાં ચાલી રહેલા રોગચાળામાં વધુ એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. શહેરમાં બેવડી ઋતુને પગલે કોરોના અને સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કોરોનાને પગલે એક દર્દીનું મોત થયું હતું, જ્યારે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 65 વર્ષનાં વૃદ્ધાનું કોરોનામાં મોત નીપજ્યું છે. સયાજી હોસ્પિટલમાં 5 તારીખે દાખલ કરવામાં આવેલાં નવી ધરતી વિસ્તારનાં 65 વર્ષથી વૃદ્ધાનું સોમવારે મોત થયું છે. તેમને કોરોનાની સાથે હૃદય અને અન્ય રોગો પણ હતા. હાલ સયાજી હોસ્પિટલમાં કોરોનાનો એક દર્દી સારવાર હેઠળ નથી તેમ જાણવા મળ્યું છે.

શહેરના નવી ધરતી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધાને ઝાડા-ઉલટી થતા સારવાર માટે ફતેગંજ વિસ્તારની એક ખાનગી  હોસ્પિટલમાં સારવાર માટે ૧૦ દિવસ પૂર્વે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા તબિયત વધારે બગડી હતી. તેઓનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. જેથી, તેઓની કોવિડની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ, તબિયતમાં સુધારો નહીં થતા ગત તા.૫મીએ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને  હૃદય અને કિડનીની પણ બીમારી હતી. વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગરમી 42 ડિગ્રી સુધી પહોંચી છે ત્યારે બીજી તરફ વાઇરસ પણ તેની સામે મક્કમપણે લડત આપી રહ્યો તેમ વાહકજન્ય રોગચાળો જેવા કે ડેન્ગ્યુ, કોરોનાના કેસ પણ નોંધાઈ રહ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ કોરોના અને સ્વાઈન ફ્લૂથી રક્ષણ માટે લોકોએ પાણી વધારે પીવું જોઈએ તેમજ ભીડભાળવાળી જગ્યાએ, શરદી-ખાંસીવાળા દર્દીઓના સીધા સંપર્કમાં જવાનું ટાળવું જોઈએ. એપ્રિલ મહિનાના અંત સુધી કોરોના અને સ્વાઈન ફ્લૂની સિઝન રહેશે તેમ જાણવા મળે છે.

Share :

Leave a Comments