ફતેગંજ, અટલાદરા, અકોટા અને સમા વિસ્તારમાં તા. 26 ડિસેમ્બરે 4 કલાક વીજ પુરવઠો નહીં મળે

ફિડરમાં સમારકામ કરવાનું હોવાથી સવારે 7થી બપોરે 11 કલાક સુધી વીજકાપ મુકાયો

MailVadodara.com - Date-in-Fateganj-Atladara-Akota-and-Sama-areas-There-will-be-no-power-supply-for-4-hours-on-December-26

- ફિડરમાં સમારકામ પુરૂ થતા જ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે

વડોદરા શહેરમાં ક્રિસમસના બીજા દિવસે એટલે કે તા. 26 ડિસેમ્બરના રોજ મેગા વીજકાપની જાહેરાત સામે આવી છે. એકસાથે શહેરના ચાર ફિડરમાં સમારકામ કરવાનું હોવાથી સવારે 7થી બપોરે 11 કલાક સુધી વીજકાપ મુકવામાં આવ્યો છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગીય કચેરી દ્વારા મેગા વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. આ પાછળનું કારણ જરૂરી સમારકામ હોવાનું જણાવવામાં આવ્યું છે. વહેલી સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપની જાહેરાત કરવામાં આવી છે. સમારકામ પુરૂ થતા જ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. તા. 26, ડિસેમ્બરના રોજ અકોટા સબડિવિઝનમાં આવતા તક્ષ ફિડર, ફતંગેજ સબડિવિઝનમાં આવતા દીપ ફિડર, અટલાદરા સબડીવીઝનમાં આવતા ચાણક્ય ફિડર અને સમા સબ ડિવિઝનમાં આવતા કેનાલ ફિડરમાં આવતી સોસાયટીઓ તથા ફ્લેટ્સના રહીશોને વીજકાપનો સામનો કરવો પડશે.

જેમાં તક્ષ ફિડરમાં મનીષા સોસાયટી, તક્ષ કોમ્પલેક્ષ, એસ ટી રાજા, જટીયા, અર્થે 24, વ્હાઇટ હાઉસ, વિસેન્ઝા કોર્ટ, જોગર્સ પાર્ક તથા બીનાનગર, દિપ ફિડરમાં છાણી જકાતનાકાથી રેલવે બોર, તરૂણ નગર, ઇન્યુ ચાચા હાઉસ, પ્રયોશા કોમ્પ્લેક્ષ, ડાઉન-ટાઉન શો-રૂમ, એન જે મેટર, દિપ ટોકીઝ, શ્રીનગર, અમરનગર, શ્રીનાથ પુરમ, રોશન પાર્ક, ખ્વાજા ગરીબ નવાજ પાર્ક ઉપરાંત ચાણક્ય ફિડરમાં પ્રણવ પ્લાસ્ટીક, કોર્પોરેટ પાર્ક, વેદાંત બંગ્લોઝ, મેટ્રિક્સ બંગ્લો, ઓરોવિલા, વિસેન્ઝા હાઇડેક, વક્રતુંડ કોમ્પ્લેક્ષ, સત્વ સહજ, શિવમ બંગ્લો, વેદાંત એમીનેન્ટ, સફલ આઇરીસ, ધ ગ્રાન્ડિયર, વિસેન્જા વડક્કમ, સેન્ટોરીની, હ્યુંડાઇ શોરૂમ, પાન ડ્રીમ, નંદીશ એવન્યું, ગેલેક્સી ડુપ્લેઝ, સાફલ્ય હાઇટ્સ તથા આસપાસના વિસ્તાર તેમજ સમા સબડિવિઝનમાં લાડલી પાર્ટી પ્લોટ, શિવમ પાર્ટી પ્લોટ, ધરતી ટેનામેન્ટથી શિવાલીક-3, વૃન્દાવન પાર્ક, રાંદલ ધામથી ઉમિયાનગર સુધી અને ગિરડોથી વૃન્દાવન કોમ્પલેક્ષ સુધીના વિસ્તારમાં વીજકાપ રહેશે.

Share :

Leave a Comments