- સારા ફૂટપાથ ખોદી નવા ડબલ ડેકર ફૂટપાથ જોઈ સ્થાનિક લોકો માથું ખંજવાળી રહ્યા છે..!
- રૂપિયા ૧૯ લાખ ખર્ચી વિચિત્ર ફૂટપાથ બનાવી કહેવાતા અધિકારીઓએ રોડ સાકડો કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું..!!
- અધિકારીઓના મનસ્વી વર્તન સામે શાસકો મતા મારી ગઈ..??
વડોદરા શહેરમાં દાંડિયાબજાર વિસ્તારમાં વિશ્વમાં ક્યાંય ના જોવા મળે એવો વિચિત્ર ફૂટપાથ બની રહ્યો છે. પ્રજાના પરસેવાની કમાણી અણ આવડતને ભેટ ધરી દેતા અધિકારીઓની કાર્યક્ષમતા લોકોમાં ચર્ચા નું કેન્દ્ર બની છે.
તમે ફૂટપાથ તો જોયો હશે જ. પરંતુ વિશ્વમાં ક્યાંય ડબલ ડેકર ફૂટપાથ જોયો છે ? વિશ્વમાં ક્યાંય જોવા ના મળે એવો ડબલડેકર ફૂટપાથ તમારે જોવો હોય તો તમારે દાંડિયાબજારની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. કદાચ આધળુંકિયાની સ્પર્ધા થાય તો વડોદરા મહાનગરપાલિકા ના કહેવાતા સ્માર્ટ અધિકારીઓ અવ્વલ આવે એમાં લેશ માત્ર શંકા ના હોવી જોઈએ.
દાંડિયાબજારમાં રૂપિયા ૧૯ લાખના ખર્ચે ફૂટપાથ બની રહ્યો છે. સ્વર્ણિમ ગ્રાન્ટ હેઠળ બનતા આ ફૂટપાથ ની વિચિત્ર ડિઝાઇનએ લોકોને માથું ખંજવાળતાં કરી દીધા છે.
આવા વિચિત્ર ફૂટપાથ નો લોકોમાં પણ વિરોધ જોવા મળે છે. લોકોનું કહેવું છે કે અહીં ફૂટપાથ સારો જ હતો. રોડ સાકડો છે અને અધિકારીઓ રોડ પહોળા કરવાને બદલે આવા વિચિત્ર ફૂટપાથ બનાવી રોડ સાકડો કરી રહ્યા છે. આ માત્ર પ્રજાના નાણાં નો વેડફાટ છે. આવા અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
અમે જયારે વિચિત્ર વિકાસ અંગે વોર્ડ નંબર ૧૩ ના અધિકારી રવિ ભાંભરે ને પૂછ્યું તો તેમણે કહું છું એમ કહી ફોન મુકી દીધો અને અમારો નંબર કોન્ટ્રાક્ટરને આપી દીધો. આ અંગે અમે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી ને પૂછ્યું તો તેઓ અધિકારીઓની અણ આવડતનો લૂલો બચાવ કરી રહ્યા હતા.
અહીં મહત્વનું એ પણ છે કે આ રોડ ટ્રાફિકનું ભારણ સૌથી વધુ છે. આમછતા રોડ તદ્દન ખાડા ખૈયા વાળો છે. એવામાં રોડ પાછળ ખર્ચો કરવાને બદલે બિલકુલ નવા ફૂટપાથ તોડી નવા ફૂટપાથ બનાવવામાં આવી રહ્યા છે. પાલિકામાં ચાલતા ધૂપ્પલને કારણે પ્રજાના પરસેવાની કમાણી અણ આવડત ને ભેટ ચઢી જાય છે અને શાસકો ધૂતરાષ્ટ્ર ની ભૂમિકામાં આંખ આડા કાન કરી રહ્યા છે.