ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા એ તેમના ચોથા “સંપર્ક - સમસ્યા - સેવા” કાર્યક્રમનું આયોજન છાણી સ્થિત લેઉઆ પટેલની વાડી ખાતે કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોના મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ આવ્યો હતો અને લોકોએ બાલકૃષ્ણ શુક્લાના પ્રજાલક્ષી અભિગમને બિરદાવ્યો હતો.
વડોદરા શહેરમાં ઘણી એવી સમસ્યા છે કે જેનું નિરાકરણ લાવવા માટે લોકોએ ધક્કા ખાવા પડે છે અને છતાં તેમની સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. જો કે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણએ પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા “સંપર્ક - સમસ્યા - સેવા” કાર્યક્રમની શરૂઆત કરી હતી. છાની લેઉવા પટેલ વાડીમાં આ ચોથો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર એકના અને વોર્ડ નંબર બે ના નાગરિકો ઉપસ્તિથ રહ્યા હતા અને તેમના વિવિધ પ્રશ્નનો નું નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. લોકો તેમની સમસ્યાઓની રજુઆત કરતાની સાથે જ બાલકૃષ્ણ શુક્લએ મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ અધિકારીઓ સાથે ટેલીફોનીક વાત કરી લાવી દીધું હતું. આ કાર્યક્રમમાં પંકજભાઈ રાણાના વર્ષો જુના પ્રશ્નનું પણ નિરાકરણ આવ્યું હતું. પંકજભાઈ બલાઈન્ડ છે અને તેમણે સરકારની સુરદાસ યોજનાના લાભ મેળવવા અરજી કરી હતી. પરંતુ તેમની પાસે જૂનું APL કાર્ડ હોવાથી કોઈ કારણોસર તેમને સુરદાસ યોજના ના લાભો મળવામાં મુશ્કેલી પડી રહી હતી. પંકજભાઈએ રજુઆત કરતા ૧૫ દિવસમાં નિકાલ આવવાની ખાત્રી મળતા તેમણે બાલકૃષ્ણ શુક્લનો આભાર માન્યો હતો.સમસ્યાઓનું સ્થળ પર તાત્કાલિક નિરાકરણ આવતા લોકો ખુશ થઈ ગયા હતા.... આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાથે વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીર સિંહ રાજપુરોહિત સાથે જ ભાણજીભાઈ પટેલ, વર્ષાબેન વ્યાસ રશ્મિકા બેન વાઘેલા,વોર્ડ પ્રમુખ રાજેન્દ્ર રાઉલજી તેમજ છાણી વિસ્તારના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
છાણી વિસ્તારમાં પ્રથમ વખત "સંપર્ક સમસ્યા સેવા" નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ નાગરિકો અને પાલિકા તંત્રના અધિકારીઓ વચ્ચે સમન્વય સાધવાનો છે. પ્રજાને પડતી નાની મોટી તકલીફો અને સમસ્યાના ત્વરિત નિકાલ માટે કડી બનવાના ઉમદા અભિગમને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. વડોદરામાં નાગરિકોની સમસ્યા દૂર કરવાના બાલકૃષ્ણ શુક્લાના આ નવતર અભિગમથી નાગરિકો પ્રભાવિત થયા હતા.