- પ્રતાપનગરથી અનરિઝર્વ્ડ સ્પેશિયલ રોજ સવારે ૦૯.૦૫ વાગ્યે ઉપડશે અને ૧૨.૪૫ વાગ્યે અલીરાજપુર પહોંચશે
મધ્ય પ્રદેશની બોર્ડર પર આવેલા અલીરાજપુર સુધી દૈનિક પેસેન્જર ટ્રેનનો વડોદરાથી પ્રારંભ થયો છે. આ ટ્રેન દૈનિક છે અને વડોદરામાં પ્રતાપનગર સ્ટેશનથી ઉપડશે. અગાઉ પણ આ ટ્રેન ચાલતી હતી પરંતુ તે પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવી હતી જે પુનઃ ચાલુ કરવામાં આવી છે.
પ્રતાપનગરથી ટ્રેન નંબર ૦૯૧૧૯ અનરિઝર્વ્ડ સ્પેશિયલ દરરોજ સવારે ૦૯.૦૫ વાગ્યે ઉપડશે અને ૧૨.૪૫ વાગ્યે અલીરાજપુર પહોંચશે. રિટર્નમાં ટ્રેન નંબર ૦૯૧૨૦ અલીરાજપુરથી દરરોજ બપોરે ૨.૨૫ કલાકે ઉપડશે અને સાંજે ૫.૫૫ કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન બન્ને તરફ ડભોઈ જંકશન, વઢવાણા, અમલપુર, સંખેડા બહાદુરપુર, છુંછાપુરા, જોજવા, બોડેલી, જબુગામ, સુસ્કાલ, પાવી, તેજગઢ, પુનિયાવત, છોટા ઉદેપુર, પડલિયા રોડ, મોતી સાદલી, આંબારી રિછાવી સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09181 (મૂળ ટ્રેન 59121) પ્રતાપનગર અલીરાજપુર અનરિઝર્ડ સ્પેશિયલ છોટાઉદેપુરથી અલીરાજપુર સુધી લંબાવવામાં આવી છે જે 7 જૂનથી અમલમાં છે. આ ટ્રેન છોટાઉદેપુરથી દરરોજ બપોરે 1:15 કલાકે ઉપડશે અને 2:15 કલાકે અલીરાજપુર પહોંચશે. તે પડલિયા રોડ, મોતી સાદલી, અંબારી રિછાવી સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09170 (મૂળ ટ્રેન 59120) અલીરાજપુર - પ્રતાપનગર અનરિઝર્વ્ય સ્પેશિયલને 7 જૂનથી અલીરાજપુરથી છોટા ઉદેપુર સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન અલીરાજપુરથી દરરોજ સાંજે 5:15 કલાકે ઉપડશે અને છોટા ઉદેપુર 6:08 કલાકે પહોંચશે. તે પડલિયા રોડ, મોતી સાદલી, અંબારી રિછાવી સ્ટેશનો પર રોકાશે.