- હરણી વિસ્તારમાં રહેતા ફરિયાદીએ દંપતી પાસે રકમ પરત માગતા 6.50 લાખ આપ્યા, બાકી રકમ પરત ન આપી વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાવી હતી
આજ કાલ વિદેશ જવાનો ટ્રેન્ડ ખુબજ જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકો જાણકારી વગર ગમેતે એજન્ટ કે વ્યક્તિનો સંપર્ક કરી વિઝા મેડવાવવાની લાલસામાં પોતે લાખો રૂપિયા ખોઈ બેસે છે. અમદાવાદના એક દંપતીએ વડોદરામાં રહેતા ફરિયાદીના પુત્રને કેનેડાના સ્ટુડન્ટ વિઝા આપવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. છેલ્લા છ મહિનાથી ફરાર દંપતીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓની દોરવણી હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઈ અને ટીમના માણસો સાથે વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓના કામે નાસતા ફરતા રહેલ આરોપીઓની શોધખોળ દરમિયાન હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી હીતેશ નગીનભાઇ પટેલ અને તેની પત્ની શિવાંગીબેન (બન્ને રહે. લક્ષ્મીનગર સોસાયટી, મારવાડી સોસાયટી, બારેજા તા.જી.અમદાવાદ) ફરાર હતા. તેઓની ધરકડથી દૂર નાસતા ફરતા હોવાથી આ અંગે ક્રાઇમ્રાન્ચ તપાસ કરી રહી હતી.
આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ બન્ને આરોપી પતી-પત્નીની ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારીત તપાસ કરી હતી. આ બન્ને આરોપી પતી-પત્ની હાલમાં બારેજા ગામ ખાતેના રહેણાંક સ્થળે આવી આશ્રય લઇ રહેલાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિલા પોલીસ સાથે તાત્કાલીક અમદાવાદ પાસેના બારેજા ખાતે જઈ આરોપીઓના સરનામાવાળી જગ્યાએ ખાનગી રાહે સતત વોચ-તપાસ કરી વોચ દરમ્યાન આ નાસતા ફરતા આરોપી પતી-પત્નીને શોધી કાઢી આગળની વધુ તપાસ માટે હરણી પોલીસ માથામાં સોંપવામાં આવ્યા છે.
આ આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ ભરોસો કેળવી ફરિયાદીના દીકરા માટે કેનેડાના સ્ટુડન્ટ વિઝાનુ કામ કરાવી આપવા માટે 28,92,000 રૂપિયા મેળવી લઇને કેનેડાના સ્ટુડન્ટ વિઝા ન કરાવી આપી ફરિયાદીએ આપેલી રકમ પરત માંગતા આરોપીઓએ ફરિયાદીને ટુકડે-ટુકડે કરીને ફક્ત 6,50,000 આપી અને બાકીની રકમ ન આપતા વિશ્વાસઘાત કરતા આ મામલે ફરિયાદીએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.