ખટંબા ગામમાં ક્રિકેટ મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશ; એક ઝડપાયો, 9ને વોન્ટેડ જાહેર

ખટંબા ગામમાં સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ પાડી

MailVadodara.com - Cricket-match-betting-busted-in-Khatamba-village-One-captured-9-wanted

- ચેમ્પિયન ટ્રોફીની અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમાતો હતો

- આરોપીએ સટ્ટો રમવા અને રમાડવા માટે અન્ય 6 લોકોને રાખ્યા હતા

શહેર નજીક આવેલા ખટંબા ગામમાં ચેમ્પિયન ટ્રોફીની અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી એક સટ્ટોડિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ સટ્ટા સાથે સંકળાયેલા 9 સટ્ટોડિયાઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એસ.એમ.સી.એ વાઘોડિયા પોલીસ મથકમાં 10 સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.


વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલના એએસઆઇને બાતમી મળી કે, હાલમાં ચાલતી ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે ઇન્ટરનેશનલ મેચ પર પીયુષ અંબાલાલ ચાવડા (રહે. અક્ષર આશ્રય, ખટંબા, વાઘોડિયા, વડોદરા) મોબાઇલ ફોનમાં એપ દ્વારા જુગાર રમાડી રહ્યો છે. જેની જાણ થતા જ એએસઆઇની ટીમે દરોડા પાડ્યા હતા.

સટ્ટાખોરના ઘરે દરોડા પાડતા ત્યાં ટીવી પર મેચ ચાલુ હતી અને હાથમાં ફોન લઇને તે બેઠો હતો. બાદમાં તેનો ફોન મેળવીને તેમાં તપાસ કરતા એક એપ્લીકેશન ચાલુ હતી, જેમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાઇ રહ્યો હતો. બાદમાં એપ્લિકેશનનો પાસવર્ડ મેળવીને તેમાં લોગીન કરતા તેમાં રૂપિયા 2 લાખનું બેલેન્સ મળી આવ્યું હતું. વધુમાં પીયુષ ચાવડાને એકાઉન્ટ અંગે પુછતા તેણે જીતુ (રહે. વારસીયા) અને સની દદવાણી (રહે. સંગમ ચાર રસ્તા, વડોદરા) પાસેથી મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. તે બદલ જેણે રૂપિયા 1.50 લાખ ચૂકવ્યા હતા. ક્રિકેટ સટ્ટાનો હિસાબ દર સોમવારે જીતુ સન્ની તથા આશુ લેતા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પિયુષ ચાવડાએ સટ્ટો રમવા અને રમાડવા માટે અન્ય 6 લોકોને રાખ્યા હતા. જેમને આઇડીથી લિંક મોકલીને મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો. આ સટ્ટા બેટિંગમાં રોડક અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને સટ્ટા બેટિંગ માટે આઇડી આપનાર તથા સટ્ટો રમાડનાર મળીને 9ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહીમાં ક્રિકેટનો સટ્ટો રમતા પીયુષ અંબાલાલ ચાવડા (રહે. અક્ષર આશ્રય, ખટંબા, વાઘોડિયા, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આઇડી આપનાર મુખ્ય સુત્રધાર જીતુ (રહે. વારસીયા), સની દદવાણી (રહે. સંગમ ચાર રસ્તા, વડોદરા) તથા આશુભાઇ (રહે. વડોદરા) તથા સટ્ટો રમાડનાર રાહુલ ભૂરીયો (રહે. કિશનવાડી, વડોદરા), મુન્નો રાહુલ, ગોપાલ (રહે. સમા, વડોદરા), સુનિલ, મયુર, મોનુ હેર, ચિરાગ નયનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે મામલે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Share :

Leave a Comments