- ભાવનગરના વેપારીને ઠગાઈના કેસમાં ઉઠાવવા ગયેલી માંજલપુર પોલીસે ઢોર માર માર્યો
- વડોદરાના તત્કાલીન DSP અને હાલમાં વલસાડના DSP એ પણ આશિષને માર માર્યો હતો
ભાવનગર એન્જીનીયર વેપારીને ને ઢોર માર મારવાના બનવાના એક DSP, PSI સહિત પાંચ સામે વડોદરા અદાલતે ગુન્હો નોંધવાનો આદેશ કર્યો છે.
પોલીસ કાયદો હાથ માં લે ત્યારે એની સામે પણ અન્ય આરોપીઓની જેમ ગુન્હો નોંધાઈ શકે છે. વડોદરાના ધારાશાસ્ત્રી દર્શન પટેલના જણાવ્યા મુજબ ભાવનગરમાં કોમ્યુટર એન્જીનીયર આશિષ ચૌહાણ શકિત કોમ્પ્યુટર નામની દુકાન ધરાવે છે. ગત ૨૯ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન છેતરપિંડીની ફરિયાદની તપાસમાં ભાવનગર કાળા કાચની નંબર પ્લેટ વગરની વૈભવી ક્રેટા કારમાં પીએસઆઇ બી. સેલાણા, અમરદીપસિંહ ચૌહાણ, શનાભાઈ અને મેહુલદાન આશિષભાઈ ની દુકાનમાં ધસી આવ્યા હતા. ખાનગી ગણવેશમાં આવેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓએ આશિષભાઈ ને ઢોર માર માર્યો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તત્કાલીન DCP કરણરાજસિંહ વાઘેલાએ પણ તેમને માર માર્યો હતો. અંગે વડોદરાની અદાલતમાં ફરિયાદ થતાં અદાલતે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવાનો આદેશ કર્યો હતો.
આ સમગ્ર બનાવ અંગે અમે તત્કાલીન DSP અને હાલમાં વલસાડના DSP કરણરાજસિંહ વાઘેલાનો સંપર્ક કર્યો હતો. 'મેઈલ વડોદરા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં DSP વાઘેલાએ જણાવ્યું હતું કે પોલીસે તેમના વિરૂદ્ધ ભાવનગરમાં ફરિયાદ નોંધી છે. એ આરોપી છે અમે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.