વડોદરા કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પહેલાં પાલિકા રૂા.115 કરોડ રસ્તાઓ-વરસાદી ગટરો પાછળ ખર્ચશે

કાચા રસ્તાઓ-વરસાદી ગટરોનું કામ કરાશે, આગામી બેઠકમાં નિર્ણય લેવાશે

MailVadodara.com - Corporation-to-spend-Rs-115-crore-on-roads-storm-drains-before-Vadodara-Corporation-general-elections

- રૂપિયા 115 કરોડના જુદા-જુદા કામો માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા

વડોદરા શહેરમાં સતત ત્રણ વખત પૂર અને ભારે વરસાદના કારણે રસ્તાઓનુ મોટાપાયે ધોવાણ થયું છે. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને સવા વર્ષ બાકી છે. ત્યારે શહેરમાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓ નવા બનાવવા તેમજ વરસાદી ગટરો બનાવવા પાલિકા દ્વારા રૂપિયા 115 કરોડનો ખર્ચ કરવામા આવશે. જે કામોની મંજૂરી માટે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઇ છે.

શહેરમાં કાચા રસ્તા પાકા બનાવવા, સેન્ટ્રલ ડિવાઇડર, રોડને લિક્વિડ સિલિકોટ અને વરસાદી ગટરો બનાવવાના કામે પાલિકા દ્વારા રૂપિયા 115 કરોડના જુદા-જુદા કામો માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા પરંતુ, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા રોડ પ્રોજેક્ટ શાખાના આ તમામ કામ પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂપિયા 40 કરોડની મર્યાદાનું છે. આ તમામ કામ મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં આવેલા બે વખત પૂર આવ્યા હતા અને ત્રીજી વખત શહેરીજનો બચી ગયા છે પરંતુ, રસ્તાઓને ભારે નુકસાન થવા સહિત ઠેર-ઠેર ગટરો ઉભરાઈ રહી છે. શહેરમાં ભુવા પડ્યા હતા. ઉપરાંત ખાડાને કારણે પાલિકા તંત્રને શહેરભરના વિવિધ વિસ્તારમાં કેટલાક કાચા રસ્તા પાકા બનાવવા સહિત રોડ ડિવાઇડર રસ્તાને લિક્વિડ સીલીકોટ કરવું પણ જરૂરી બન્યું છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદી ગટરો પણ બનાવવાની છે.

આ અંગે તંત્ર દ્વારા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના ચારેય ઝોન પૈકી ઉત્તર ઝોનમાં રૂપિયા 25 કરોડની મર્યાદામાં કામ અંગે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. પશ્ચિમ ઝોન વિસ્તારમાં રૂપિયા 40 કરોડની મર્યાદામાં કાચા રસ્તા પાકા રોડ ડિવાઇડર અને લિક્વિડ સિલિકોટ સહિત વરસાદી ગટર બનાવવાના કામ, પૂર્વ ઝોન વિસ્તારમાં પણ રૂપિયા 25 કરોડની મર્યાદામાં દક્ષિણ ઝોન વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 25 કરોડની મર્યાદામાં ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તમામ ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

Share :

Leave a Comments