ભરઉનાળે પાણીનો કકળાટ : પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતાં કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા

આજવા રોડ પર બે દિવસથી પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો

MailVadodara.com - Corporation-raised-slogans-of-hi-hi-due-to-non-availability-of-drinking-water-in-the-eastern-area

- સ્થાનિકોએ કહ્યું, `કોર્પોરેટરો-ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી

- 24 કલાકમાં પાણી નહીં મળે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી


વડોદરાના આજવા રોડ પર બે દિવસથી પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો. પાલિકા દ્વારા અહીંયા લાઈન ખોદીને જતા રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં બે દિવસથી પાણી આવ્યું નથી. આ વિસ્તારના બે દિવસથી પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા હતા. સાથે એક જ સમયમાં ટેન્કરથી પાણી નાખ્યા બાદ તમામે પાણી મોટર દ્વારા ખેંચવું પડે છે. જેથી રહીશો પરેશાન થતાં આજે કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોનું કહેવું હતું કે, સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોને રજૂઆત છતાં પણ કોઈ સાંભળતું નથી.


આ અંગે સામાજિક આગેવાન કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરાના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 5માં ફાતિમા કોમ્પ્લેક્સ આવેલું છે. અહીંયા છેલ્લા બે દિવસથી પીવાનું પાણી મળ્યું નથી. વડાપ્રધાનની નલ સે જલ યોજના સામે છેલ્લા બે દિવસથી સ્થાનિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે, વારંવાર રજૂઆત કરવામાં આવે છે. સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોને રજૂઆત છતાં પણ કોઈ સાંભળતું નથી. 24 કલાકમાં જો યોગ્ય રીતે પાણી નહીં મળે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે અને તેની જવાબદારી છે તે જવાબદાર વ્યક્તિની રહેશે. ગટરના નલિકામાંથી શુદ્ધ પીવાના પાણીની લાઈન નાખવામાં આવે છે. સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.


આ અંગે સ્થાનિકો કહી રહ્યા છે કે, અમારા ટેક્સના નાણાં સામે અમને વળતર મળતું નથી. અહીંયા કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી. કચરો વાળવા માટે જાતે કામ કરવું પડે છે, ગટરો જાતે સાફ કરાવવી પડે છે અને પાણી નથી મળતું તો જાતે પ્રાઇવેટ ટેન્કરો નખાવા પડે છે. માત્રને માત્ર વોટ લેવા માટે અહીંયા આવે છે અને સમસ્યા કોઈ સાંભળતું નથી.

Share :

Leave a Comments