વડોદરામાં એક સપ્તાહથી કોરોનાના કેસો વધ્યાં, 24 કલાકમાં વધુ 9 કેસ નોંધાયા

દર્દીઓની સંખ્યા વધીને ૪૬ થઇ, ૪ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર

MailVadodara.com - Corona-cases-have-increased-since-a-week-in-Vadodara-9-more-cases-were-reported-in-24-hours

- ૯ દર્દીઓ અટલાદરા, દિવાળીપુરા, ફતેગંજ, ફતેપુરા, અકોટા અને માંજલપુર વિસ્તારના, ૪ દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો

નવા વેરિએન્ટ સાથે કોરોના આખી દુનિયામાં ફરી સક્રિય થયો છે. વડોદરામાં પણ છેલ્લા એક  સપ્તાહથી કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. બુધવારે ૯ કેસ નોંધાયા હતા તો આજે પણ ૯ કેસ નોંધાયા છે. આમ છેલ્લા બે દિવસમાં વડોદરામાં કોરોનાના ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.


આરોગ્ય તંત્રએ જાહેર કરેલા આકડાંઓ મુજબ વડોદરામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન ૩૯૮ દર્દીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી ૯ દર્દીઓ પોઝિટિવ હોવાનું નિદાન થયુ છે. આ ૯ દર્દીઓ અટલાદરા, દિવાળીપુરા, ફતેગંજ, ફતેપુરા, અકોટા અને માંજલપુર વિસ્તારના છે. બીજી તરફ આજે ૪ દર્દીઓને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો. ગુરૂવાર સાંજ સુધીની સ્થિતિ પ્રમાણે શહેરમાં કોરોનાના કુલ ૪૬ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જેમાંથી ૪ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. ૩૬ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ ડોક્ટરોએ આપી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં છેલ્લા ૩ વર્ષમાં કોરોનાના ૧,૦૦,૯૮૧ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી ૫૪૪ દર્દીઓના મોત થયા છે, જ્યારે ૧,૦૦,૩૯૧ દર્દીઓ સાજા થઇ ગયા હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે.

Share :

Leave a Comments