ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રીના રોડ-શોના હોર્ડિંગ્સ લગાડતા વિવાદ, કોંગ્રેસ મહામંત્રીએ ફરિયાદ કરતા હોર્ડિંગ્સ ઉતારાયાં

અમિત શાહના રોડ શૉને અનુલક્ષી પાલિકા-ધારાસભ્યોના ફોટા સાથે બેનર્સ લાગ્યા હતા

MailVadodara.com - Controversy-over-BJP-putting-up-hoardings-of-Union-Home-Ministers-road-show-hoardings-taken-down-after-Congress-general-minister-complained

- આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસ મહામંત્રી સાંઈ ઢેકાણેની ફરિયાદ

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મંદિરથી માર્કેટ ચાર રસ્તા સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો રોડ શો તારીખ 27મી એ સાંજે રાખવામાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ સમગ્ર રૂટ ઉપર અમિત શાહના રોડ-શોના હોર્ડિંગ્સ લગાવવામાં આવતા કોંગ્રેસના મહામંત્રીએ ફરિયાદ કરતા તે હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી ચૂંટણી પંચના અધિકારીઓએ શરૂ કરી છે.


વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી આગામી 7મી મેનો રોજ યોજાનાર છે. ચૂંટણી લઇને આદર્શ આચારસંહિતા અમલ મુકાઈ છે, તેમ છતાં લોકસભાના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીના પ્રચાર અર્થે ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે તા.૨૭મીના રોજ સાંજે વડોદરા શહેરની મુલાકાતે આવશે જેમાં રણમૂકતેશ્વર મંદિર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ-શો રાખવામાં આવ્યો છે. તે સંદર્ભે વડોદરા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં અમિત શાહનું સ્વાગત કરવા માટેના હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી, ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ, કેન્દ્રીય ગૃહ મંત્રી ઉપરાંત વડોદરાના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનોના ફોટા લગાવી આચારસંહિતા ભંગ કર્યો હતો. જે અંગે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી સાંઈ ઢેકાણેએ ચૂંટણી પંચને ફરિયાદ કરતાં ચૂંટણી શાખા દ્વારા તપાસ કરી અને રણમુક્તેશ્વર મહાદેવ વાડીથી લઈ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સુધી સમગ્ર રોડ શો ના રૂટ ઉપર આવતા તમામ હોર્ડિંગ્સ દબાણ શાખા ની ટીમ દ્વારા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યાં હતાં.


આ અંગે શહેર કોંગ્રેસના મહામંત્રી સાંઈ ઢેકાણેએ જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી માંગણી કરી છે કે, અગાઉ જે રીતે કોંગ્રેસ કાર્યકરોએ બેનરો લગાવ્યા હતા અને તેમાં કાર્યકરો અને શહેર પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરી તેઓની અટકાયત કરવામાં આવી હતી. તો આચારસંહિતા ભંગ કરવામાં આવ્યો છે તો બોર્ડ લગાડનાર એજન્સી તેમજ ભાજપના આગેવાનો સામે પણ પોલીસ ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.

Share :

Leave a Comments