એમ.એસ. યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીમાં વિદ્યાર્થિનીને એડમિશન આપ્યા બાદ એડમિશન રદ્દ કરાતા વિવાદ.!!

ભરૂચની વિદ્યાર્થિનીને એડમિશન આપ્યા બાદ રદ્દ કરતા પરિવારજનોમાં રોષ

MailVadodara.com - Controversy-after-admitting-a-student-in-physiotherapy-in-the-M-S-university-the-admission-was-canceled

- ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ ફોન કરી કહ્યું, તમારું એડમિશન રદ્દ થાય છે

- વિદ્યાર્થિનીના કાકાએ કહ્યું, નિમયની ખબર ન હોય તો, એડમિશન કમિટીની જરૂર શું છે, આ છોકરી ડિપ્રેશનમાં આવી ગઇ છે

ભરૂચની વિદ્યાર્થિનીને એમ.એસ. યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીમાં એડમિશન મળ્યા બાદ એડમિશન રદ્દ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. એડમિશન રદ્દ કરી દેવામાં આવતા વિદ્યાર્થિની અને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો અને એડમિશન આપવા માટે માગ કરી હતી.

વિદ્યાર્થિનીના કાકા ગૌરવ શાહે જણાવ્યું હતું કે, ગઇકાલે મારી ભત્રીજી રીયા શાહનું એડમિશન કમિટીએ કન્ફર્મ કરી દીધુ હતું અને ડોક્યુમેન્ટ લઇ લીધા હતા અને ડોક્યુમેન્ટ સબમિટ થઇ ગયા હતા. સાંજે ફોન કરીને અમને એવું કહી દીધુ કે, તમારું એડમિશન રદ્દ થાય છે. આ કઇ રીતની પ્રોસિઝર છે. આજે અમે ભરૂચથી આવ્યા છીએ અને સવારથી અમે બેઠા છીએ, પરંતુ કોઇ સરખો જવાબ મળ્યો નથી. કોઇક વાર કહે છે, અમારાથી ભૂલ થઇ ગઇ છે. અમારાથી ખોટી રીતે થઇ ગયું છે, અમે પ્રયત્ન કરીએ છીએ.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓને નિમયની ખબર ન હોય તો, એડમિશન કમિટીની જરૂર શું છે. તો કમિટી બનાવી છે શું કામ? આ છોકરી ડિપ્રેશનમાં આવી ગઇ છે. કાલે કોઇ અજુગતુ પગંલુ ભરશે તો સત્તાધિશો એના જવાબદાર રહેશે. આ GCAS એ એકજાતનો વિનાશ છે. લોકોના છોકરાઓની કેરીયર બગાડે છે. આ GCASવાળા મુર્ખાઓએ એક જ દિવસમાં MPTનું કાઉન્સેલિંગ શરુ કર્યું, એક વ્યક્તિ દરેક જગ્યાએ ન પહોંચી શકે.

તેઓએ ઉમેર્યું હતું કે, મેં એમ.એસ. યુનિવર્સિટીને વિનંતી કરી કે, તમે શિડ્યુલ બદલો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને વિનંતી કરી હતી કે, તમે તમારું શિડ્યુલ બદલો, પણ કોઇ બદલવા તૈયાર ન થયા અને અમારે અહીં એડમિશન કન્ફર્મ થયું એને લઇને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલું અમારું એડમિશન અમારે ગુમાવવું પડ્યું છે.

Share :

Leave a Comments