વડોદરાની હોસ્પિટલોમાં કન્ઝક્ટિવાઇટિસના કેસ વધ્યા : ગોત્રી હોસ્પિટલમાં ઓપીડી શરૂ કરાશે

શહેરની સરકારી અને ખાનગી હાસ્પિટલોમાં રોજના આંખો આવવાના 200થી વધુ કેસ

MailVadodara.com - Conjunctivitis-cases-increased-in-Vadodara-hospitals-OPD-will-be-started-in-Gotri-Hospital

- એક જ દિવસમાં સયાજીમાં 128 અને ગોત્રી હોસ્પિટલમાં 42 કેસ નોંધાયા


હાલ સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરામાં પણ દિવસમાં એકવાર ધીમીધારે વરસાદ વરસતો હોય છે ત્યારે શહેરમાં રોજના 300 થી 400 તાવના કેસ આવતા હોય છે ત્યારે છેલ્લા બે દિવસથી અચાનક શહેરમાં આંખોનું ઇન્ફેક્શન લોકોમાં જોવા મળ્યું છે.

વડોદરામાં કન્જક્ટીવાઈટીસ (આંખો આવવી)ના કેસોમાં સતત વધારો થયો છે. વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજના 200થી વધુ આંખો આવવાના કેસો નોંધાઈ રહ્યા છે. 


શહેરમાં પણ કન્ઝક્ટિવાઇટિસના કેસમાં  ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે સયાજી હોસ્પિટલમાં ૧૨૪ કેસ નોંધાયા હતા. જ્યારે આજે  નવા ૧૨૮ કેસ નોંધાયા છે. તેવી જ રીતે ગોત્રી હોસ્પિટલમાં પણ કેસમાં વધારો નોંધાયો છે. ગઇકાલે ગોત્રી હોસ્પિટલમાં કન્ઝક્ટિવાઇટિસના ૧૭ કેસ નોંધાયા છે. જે આજે વધીને ૪૨ થઇ ગયા છે.

આંખોના ઇન્સ્પેક્શનમાં વધારો થતાં વડોદરા શહેરની ગોત્રી અલગથી ઓપીડી શરૂ કરવાની વિચારણા છે. ગોત્રી હોસ્પિટલમાં આજે એક જ દિવસમાં 42 કેસ નોંધાયા છે.


ગોત્રી હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં આજે એક જ દિવસમાં કન્જક્ટીવાઈટીસના 42 દર્દીઓ નોંધાયા હતા. રાજ્યના ઘણા શહેરોમાં આંખો આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આંખો આવવી એ સામાન્ય અને જૂની બિમારી છે. આંખો આવે એટલે આંખોમાં પાણી આવવું, આંખો લાલ થવી, આંખોમાં સોજા અને ખળવાળ આવે છે. આંખો આવે એટલે કોઇ ઘરગથ્થુ ઇલાજ ન કરતા, નજીકની કોઇપણ હોસ્પિટલમાં જશો તો તમને આંખના ટીપા આપવામાં આવશે. જેનાથી તમને 7 દિવસમાં ઘણી રાહત થઈ જશે. આ તમામ સારવાર ગોત્રી હોસ્પિટલમાં આપવામાં આવે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હવે જો આંખો આવવાના કેસો વધશે તો તેની અલગથી ઓપીડી શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. તકેદારીના ભાગરૂપે ગોગલ્સ પહેરવા જોઇએ. આંખોને અડવું ન જોઇએ અને હાથને સેનેટાઇઝરથી સાફ રાખવા જોઇએ. કોઇ વ્યક્તને દર્દી અડે, તે વસ્તુને કોઇ વ્યક્તિએ અડવી ન જોઇએ. તકેદારી રાખો અને સાવચેત રહો. ચિંતા કરવાની જરૂર નથી. આ સામાન્ય વાયરલ બિમારી છે.


લક્ષણો
કન્જકટીવાઇટીસ થવાના કારણો
આંખો લાલ થવી.
વાયરલ અને બેકટેરીયલ કન્જકટીવાઇટીસ
આંખમાં ખંજવાળ આવવી
છીંક/ખાંસી ખાતા ચેપ લાગે
આંખમાંથી સતત પાણી પડવું.
સીધા સંપર્ક દ્વારા
આંખમાં દુઃખાવો થવો.
એલર્જીથી થતાં કન્જકટીવાઇર્સીસ
આંખના પોપચાં ચોંટી જવા.
પાલતુ પ્રાણીના ખોડાથી
ઘણી વખત આંખમાંથી પરૂ પણ નીકળી શકે.
ધૂળ-રજકણ કચરાથી

કુલ-ફળ પરાગરાજથી


શું કરવું
શું કરવું નહીં
સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા
હાથ આંખને અડાડવો નહીં કે આંખ ચોળવી નહીં.
આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું.
સંક્રમિત વ્યક્તિ સાથે હસ્તધનન ટાળવું તેમજ તેણે અડેલી વસ્તુને અડવું નહીં.
ચેપી વ્યક્તિ નો રૂમાલ અલગ રાખવો.
સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ ટાળવો.
સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા.
જાતે એન્ટીબાયોટીક કે સ્ટિરોઇડના ટીંપા આંખમાં નાખવા નહીં
ચેપી બાળકની કાળજી લેનાર વાલીએ વાંરવાર હાથ ધોવા.
સંક્રમિત બાળકો સાથે બીજા બાળકોએ રમવાનું ટાળવું.
તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી.

Share :

Leave a Comments