તાડફળિયા સ્થિત રામજી મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે આયોજીત અખંડ રામધૂનની પૂર્ણાહૂતિ

વડોદરામાં લાલકોર્ટ નજીક તાડફળિયામાં 150 વર્ષ કરતાં જૂનું રામ મંદિર આવેલું છે

MailVadodara.com - Completion-of-Akhand-Ramdhun-organized-on-the-occasion-of-Purushottam-month-in-Ramji-temple-located-in-Tadphaliya

- સ્થાનિક 4000 લોકોએ વારાફરતી હરે રામ, હરે રામ...ની ધૂન બોલાવી

- કાછીયા પટેલ જ્ઞાતિ પંચના પ્રમુખ, સંચાલન કમિટીના સભ્યો, તેમજ સમાજના લોકો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં


વડોદરામાં લાલકોર્ટ નજીક આવેલ તાડફળિયામાં 150 વર્ષ જૂના રામ મંદિરમાં આખા પુરુષોત્તમ માસમાં વિસ્તારના લોકો દ્વારા અખંડ રામધૂન કરવામાં આવી હતી.

વડોદરાના તાડફળિયા રામજી મંદિરમાં આખા પુરુષોત્તમ મહિનામાં હરે કૃષ્ણ, હરે રામા ધૂન બોલવામાં આવી કાછિયા પટેલની પાંચ કોરોના રામજી મંદિરમાં છેલ્લા 57 વર્ષથી આ પરંપરા ચાલી આવી રહી છે. તદુપરાંત દર વદ અગિયારસના દિવસે 24 કલાક અખંડ ધૂન છેલ્લા 100 વર્ષોથી અહીં કરવામાં આવે છે. 17 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી રામજી મંદિરમાં પુરુષોત્તમ માસ દરમિયાન અખંડ રામધૂન બોલાવવામાં આવી છે, જેમાં શહેરના કાછિયા પટેલ પંચ જ્ઞાતિના સ્થાનિક 4000 લોકો દ્વારા વારાફરતી હરે રામ, હરે રામ હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરેની ધૂન બોલાવવામાં આવી હતી. કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્તનું તાડફળીયા ખાતે શ્રીજી મંદિર જે દોઢસો વર્ષ જૂનું મંદિર છે. જેનો 57 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. 


કર્ણાટકના મિલકોટાધીપતિ નારાયણ આચાર્યએ આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી ગુરુ પંડિત શ્રી નારાયણ આચાર્ય તેમના આશીર્વાદરૂપે કાછિયા પટેલ સમાજને અધિક પુરુષોત્તમ માસ તથા મહિનાની વદ અગિયારસે અખંડ ધૂન અને રામ નામ સંકીર્તન મંત્ર હરે રામ, હરે રામ હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરેની ધૂન કરવા જણાવ્યું હતું.

આજે અધિક પુરુષોત્તમ માસ સમાપ્તાની સાથે જ આ અખંડ ધૂનની પણ આજરોજ પુર્ણાહુતિ કાછિયા જ્ઞાતિપંચ સમસ્ત તાડફળિયા ખાતે રામજી મંદિરમાં કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 


સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું ત્યારે સમાજ દ્વારા ભાવિક ભક્તો માટે પ્રસાદ આપવામાં આવ્યો હતો. તમામ ભાવિક ભક્તોએ અધિક પુરુષોત્તમ માસના અખંડ રામધૂનનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે અન્નકૂટ દર્શન પણ યોજવામાં આવશે. આજે કાછીયા પટેલ જ્ઞાતિ પંચના પ્રમુખ વાસુદેવ પટેલ, સંચાલન કમિટીના સભ્યો નારાયણ પટેલ, પ્રશાંત પટેલ સહિતના સભ્યો સમાજના લોકો અને ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

Share :

Leave a Comments