UKના પરમીટ વિઝા બનાવી આપવાનું કહી એજન્ટે 6 લાખ લઇ 4.50 લાખ પરત ન આપતા ફરિયાદ

કરજણ-ડભોઇ રોડ પર કંપનીમાં સાથે નોકરી કરતા CA અને HR યુવક સાથે છેતરપિંડી

MailVadodara.com - Complaint-that-the-agent-took-6-lakhs-and-did-not-return-4-50-lakhs-after-asking-to-make-a-UK-permit-visa

- એજન્ટે 6 લાખ લીધા હતા, જેમાંથી વારંવાર માંગણી કરતા માત્ર દોઢ લાખ પરત આપ્યા

વડોદરા જિલ્લાના કરજણ ડભોઇ રોડ પર આવેલી કંપનીમાં સાથે નોકરી કરતા એકાઉન્ટન્ટ અને એચઆરને યુકેના વર્ક પરમીટ વિઝા બનાવી આપવાનું કહીને એજન્ટે રૂપિયા 6 લાખ પડાવી લીધા હતા. જેમાંથી વારંવાર માંગણી કરતા માત્ર દોઢ લાખ રૂપિયા પરત આપી બાકીના 4.50 લાખ નહીં આપીને તેમની સાથે છેતરપિંડી આચરી છે. જેથી યુવકે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ઠગ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામે રહેતા નયનકુમાર ભરતભાઈ પટેલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, હું કોસ્ટમો ફર્સ્ટ લીમીટેડ નામની કંપનીમા કરજણ ડભોઈ રોડ ખાતે એકાઉન્ટ ઓફિસમાં નોકરી કરુ છું. મારી સાથે મિત્ર અર્જુન રાજેશ પટેલ પણ HR તરીકે નોકરી કરતો હતો અને અમે બન્ને UK ખાતે નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય બન્નેએ વર્ષ 2023માં અમારી કંપનીમાં અમારી સાથે નોકરી કરતા અંકિત પંચાલે અમને જણાવેલ કે, વડોદરા શહેરમા વિઝા કન્સલન્ટસીનું સારુ કામ કરતી હોય તેવી ઓફિસો આવેલ છે. જેથી ગઈ વર્ષ 2023માં હું અને મારો મિત્ર અર્પન પટેલ ચોક ખાતે સિક્રેટ હબ કોમ્પ્લેક્સમા નામના નામની ઓફીસમાં ગયા હતા અને મહેબૂબ રસુલ વેપારી મળતા તેઓએ પોતે યુ.કે. પરમિટનું કામ ઘણા વર્ષોથી કરતા હોવાનું જણાવ્યું હતું.

ઘણા બધા લોકોને યુ.કે. ખાતે સારી કંપનીમાં મોકલી આપેલા હતા. તથા યુ.કે. વર્કમીટની કામગીરીના એજન્ટમાં વડોદરા શહેરમાં તેનુ સાર નામ છે, તેમ જણાવી અમે બન્ને મિત્રો અમારૂ UK વર્ક પરમીટનું કામ તેને આપીશું તો તેઓ બન્ને મિત્રોને ઓછી ફીમાં UK સારી એવી કંપનીમાં નોકરી અપાવશે, તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યાર બાદ બન્ને મિત્રો સાથે મહેબુબ વેપારીએ UK વર્ક પરમીટ બાબતનો એગ્રીમેન્ટ કર્યો હતો. બન્ને મિત્રોના મળી રૂપીયા 15.50 લાખ આપવાનુ નક્કી થયુ હતું.

ત્યાર બાદ મેં તથા મારા મિત્રએ ભેગા મળી રૂપિયા 6 લાખ યુ.કે.વર્ક પરમીટનું કામ કરવા માટે અમે મહેબુબ વેપારીને આપ્યા હતા. તેના બદલામાં અમારું કામ કેટલું થયેલ છે, તે બાબતે તેઓની ઓફિસે અમો બન્ને મિત્રો અવારનવાર જતા અમોને યોગ્ય જવાબ આપતો ન હતો. ત્યાર બાદ અમે અવારનવાર અમારા વિઝાના કામ બાબતે મહેબુબ વેપારીને રૂબરૂ તથા ટેલીફોનથી પુછતા તેને અમને જણાવેલ કે, તમારુ કામ મારાથી થાય એમ યુ.કે. ખાતે કામ માટે મોક્લી આપવા જણા ગાઈ કરી હતી. જેથી અને ચિથી પરત માંગતા તેણે ગુગલ 1.50 લાખ રૂપિયા પરત આપી બાકીના 4.50 લાખ અવારનવાર માંગણી કરતા આજદીન સુધી પરત નહીં આપી અમારી સાથે છેતરપિંડી કરી છે. જેથી જે.પી. રોડ પોલીસે યુવકની ફરિયાદના આધારે મેહબુબ વેપારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments