- મોપેડ ચાલક યુવકે વેપારીને ચપ્પુ બતાવી કહ્યું હતું કે, તુ અગર ઇધર ફીરસે આયા તો કાટ દુંગા ઔર ઇધર ફીરસે પેર રખા તો દેખ લુંગા કહી ધમકી આપી હતી
વડોદરા તાંદલજા વિસ્તારમાં મરઘીની ડિલિવરી આપવા વડુ ગામે પોલ્ટ્રી ફાર્મ ચલાવતા વેપારી આવ્યો હતો. ત્યારે મોપેડ ચાલકે પિકઅપ ગાડી લઇને ઉભેલા વેપારીને ચપ્પુ બતાવી કહ્યું હતું કે, તુ અગર ઇધર ફીરસે આયા તો કાટ દુંગા ઔર ઇધર ફીરસે પેર રખા તો દેખ લુંગા તેવુ કહેવા સાથે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાદરા-જંબુસર રોડ પર આવેલા શાલીમાર પોલ્ટ્રીફાર્મ ખાતે રહેતા સમીર ઇસ્માઇલ સિંધા પોલ્ટ્રીફાર્મ ચલાવે છે. તઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સોમવારે સવારે હું મારા ઘરેથી સવારના પાંચ વાગ્યે મારી પિક-અપ ગાડી લઈને વડુ ખાતે મારા શાલીમાર પોલ્ટ્રી ફાર્મમાંથી 600 નંગ મરઘી ભરીને તાંદલજા ગામ સહિત અલગ અલગ જગ્યાએ ચીકનની લારી તથા દુકાનો પર વેપારીને મરઘીને ડિલિવરી કરવા આવ્યો હતો. સાડા સાત વાગ્યાના અરસામાં કોઠીયાપુરા તાંદલજા ગામ પાસે ઝુબેરભાઇની ચીકનની લારી પર મરધીની ડિલિવરી કરવા માટે મારો ટેમ્પો લઈને ઉભો હતો તે દરમ્યાન મારા ટેમ્પાની આગળ મોપેડ ચાલક મારી પાસે આવ્યો હતો અને તુ કેમ તારી ગાડી લઈને ઉભો છે. મારી દીકરીને સ્કુલે જવાનું મોડુ થાય છે, તેમ કહી મને ગાળો બોલવા લાગ્યો હતો બાદમાં મોપેડની ડીક્કીમાથી ચપ્પુ કાઢી તુ અગર ઇધર ફીરસે આયા તો કાટ દુંગા ઔર ઇધર ફીરસે પેર રખા તો દેખ લુંગા તેવુ કહેવા સાથે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.