વડોદરામાં મોબાઇલ લે-વેચના ધંધામાં વિવિધ સ્કીમો બતાવી 6.90 લાખ પડાવી લેનાર ત્રણ સામે ફરિયાદ

ધંધામાં નાણાંનું રોકાણ કરો તો હું તમને તેનું યોગ્ય વળતર આપીશ તેવી વાત કરી હતી

MailVadodara.com - Complaint-filed-against-three-who-snatched-6-90-lakhs-by-showing-various-schemes-in-mobile-le-sale-business-in-Vadodara

વડોદરા શહેરમાં મોબાઇલના લે-વેચના ધંધામાં અલગ-અલગ સ્કીમો બતાવી ફરિયાદી પાસેથી મોબાઇલના ધંધા પેટે નાણાકીય રોકાણ કરવાનું કહી રૂપિયા પડાવવાના ઇરાદે ત્રણ ઈસમોએ ફરિયાદી પાસેથી રોકડ સહિત બેંક ટ્રાન્સફર દ્વારા રૂપિયા 6.90 લાખ લઇ પરત ન આપી છેતરપિંડી આચારી હતી. આ અંગે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા અને નોકરી કરતા ફૈઝાન હુસેનભાઇ શેખે ફતેગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2023માં અમારી નિર્મલા કોલોનીમાં રહેતા સલીમ ઉર્ફે સાલીમ ઉર્ફે મેદો સીરાજભાઇ રાજે અમારી નિર્મળા કોલોનીમાં જ ભેગા થયા હતાં. ત્યારે મને જણાવ્યું હતું કે, હું તથા અઝીમ અહેમદભાઈ વાઘેલા (રહે. નિર્મળા કોલોની નવાયાર્ડ વડોદરા શહેર)એ મોબાઇલ લે-વેચનો ધંધો કરીએ છીએ. જથ્થાબંધ મોબાઇલ ફોન લઇએ છીએ અને વેચાણ કરીએ છીએ.

જેથી તમે અમારા ધંધામાં નાણાંનું રોકાણ કરો તો હું તમને તેનું યોગ્ય વળતર આપીશ તેવી વાત કરી હતી. આ સલીમ ઉર્ફે સાલીમ ઉર્ફે મેદો રાજ તથા અઝીમ વાઘેલાએ અલગ-અલગ મોબાઈલ ખરીદ કરવા બાબતની સ્કીમો બતાવતા હતા. જેથી મને તેઓની ઉપર વિશ્વાસ અને ભરોષો આવ્યો હતો. જેથી મેં મારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 3,00,000 આ સાલીમ ઉર્ફે સલીમ ઉર્ફે મેદાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. સાથે રૂપિયા 90,000 હજાર રોકડ આપ્યા હતા.

આ સાથે વધુ રકમ મારા ભાઇ ફાઇઝ શેખના વનકાર્ડના ક્રેડીટ કાર્ડમાંથી રૂપિયા 60,000રૂ તથા મારા મિત્ર યશ પોપટાણીના ક્રેડીટ કાર્ડમાંથી રૂપિયા 1,40,000 સાલીમ ઉર્ફે સલીમના માતા શહેનાઝબેન સિરાજભાઈ રાજના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આમ ટુકડે ટુકડે કુલ રૂપિયા 6,90,000 સાલીમ ઉર્ફે સલીમ ઉર્ફે મેદો સિરાજભાઇ રાજ તથા તેમની માતા શહેનાઝબેન સિરાજભાઈ રાજને આપેલ છે. આ નાણાં આપ્યા બાદ એક મહિનામાં વળતર આપવાની વાત સલીમ રાજ તથા અઝીમ વાઘેલાએ કરેલ હતી, પરંતુ અમને કોઈ પ્રોફિટ કે નાણાં પરત આપ્યા ન હતા.

જેથી આ સાલીમ ઉર્ફે સલીમ ઉર્ફે મેદો સિરાજભાઈ રાજ તથા અઝીમ અહેમદભાઈ વાઘેલા (બન્ને રહે. નિર્મળા કોલોની ફુલવાડી હાજીપાર્ક, નવાયાર્ડ વડોદરા શહેર)એ રોકાણ કરવી છેતરપિંડી આચારી હતી. સાથે શહેનાઝબેન સિરાજભાઈ રાજ (રહે. નિર્મળા કોલોની ફુલવાડી હાજીપાર્ક, નવાયાર્ડ વડોદરા શહેર)ના એકાઉન્ટમાં મેળવી લઈ કુલ રૂપિયા 6,90,000 લઇ પરત ન કરતા છેતરપિંડી કરી હોવાથી આ ત્રણે વ્યક્તિઓ સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ફરી છે.

Share :

Leave a Comments