સિંધરોટના દરજીપુરા પાસે બે ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળતા ત્રણ ઇસમો સામે ફરિયાદ

વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનિરિંગ સેલની ટીમ ત્રાટકી

MailVadodara.com - Complaint-against-three-persons-who-found-quantity-of-foreign-liquor-in-two-vehicles-near-Darjipura-of-Sindhrot

- વિદેશી દારૂ, બિયરના ટીન સહિત મોબાઈલ અને મોપેડ મળી 76 હજારનો મુદામાલ કબ્જે

વડોદરા શહરમાં અવારનવાર સ્થાનિક પોલીસની નિષ્કાળજીના કારણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના વેપલાનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. ત્યારે ગત મોડી રાત્રે વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં એસએમસી ટીમ ત્રાટકી હતી. સિંધરોટ નજીક દરજીપુરા ચાર રસ્તા પાસેથી ગાડીની ડિક્કીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વડોદરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી સ્થાનિક પોલીસ સામે એનેક સવાલો ઉભા કરે છે. ત્યારે ગત મોડી રાત્રે બાતમીના આધારે પંચોને સાથે રાખી કાર્યવાહી કરતાં શહેરમાં સિંધરોટ વિસ્તારથી દરજીપુરા પાસે બે ગાડીમાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયરના ટીન સહિત મોબાઈલ અને મોપેડ મળી રૂપિયા 76 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં અવેલી કાર્યવાહીમાં કરણસિંહ ખુમાનસિંહ ગોહિલ (રહે. સિંધરોટ, વડોદરા), દિનેશ જશભાઈ જાદવ (રહે. માનપુર, આણંદ) સહિત અન્ય એક અજાણ્યાં ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઘણા સમય બાદ ફરી એકવાર વડોદરા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સક્રિય થઈ છે. ત્યારે હજુ પણ વડોદરા જિલ્લાના કેટલાક પોલીસ મથક હદ વિસ્તારોમાં વધુ કાર્યવાહી થાય તો નવાઈ નહીં.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરેલી કાર્યવાહીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બે મોપેડ, મોબાઈલ સહિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સહિત બિયરના ટીન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ફરી એકવાર વડોદરા તાલુકા પોલીસ સામે એનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

Share :

Leave a Comments