વડોદરામાં યુવકને પોર્ટુગલના વિઝા કઢાવી આપવાના નામે 20.55 લાખ રૂપિયા પડાવી લેનાર ત્રિપુટી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના છાણી જકાતનાકા પાસે રહેતા 29 વર્ષીય યુવકે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2021થી એપ્રિલ-2024 દરમિયાન વડોદરાના રેસકોર્સ રોડ પર આવેલ સિકપ ટાવર્સ અને વડોદરાના છાણી જકાતનાકા પાસે નીરજભાઈ પ્રમાનંનદ પટેલે ફરીયાદીને વિદેશ યુરોપ (પોર્ટુગલ)ના વિઝા પરમીટ કઢાવી આપવાના બહાને એડવાન્સ પેટે ફરીયાદી પાસેથી 2.50 લાખ ચેક મારફતે લીધા હતા. ફરીયાદીને દુબઈના પ્રવાસી વિઝા આપી અને ફરીયાદી પ્રવાસી વિઝામાં દુબઈ હતા, તે સમયગાળા દરમ્યાન ફરીયાદીના પિતા પાસેથી 4 લાખ રૂપિયા અલગ-અલગ ચેકથી લઈ યુરોપ (પોર્ટુગલ) મોકલી આપવાના બહાને 6.50 લાખ રૂપિયા લીધા હતા અને આરોપી મીરેનકુમાર દિલીપભાઈ છત્રોલા અને અન્ય એક આરોપીએ વિઝાના રૂપિયા પરત અપાવી આપવાની લાલચ આપી ફરીયાદી પાસેથી રોકડ રકમ 13.35 લાખ રૂપિયા અને 70000 રૂપિયાનો મોબાઇલ સાહિલ કુલ 20.55 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે, જેથી આ મામલે મેં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી મીરેનકુમાર દિલીપભાઈ છત્રોલા (રહે. સુભાનપુરા, સમતા પોલીસ ચોકી પાસે, વડોદરા) અને નીરજભાઈ પ્રમાનંનદ પટેલ (રહે-બામણ ગામ- બામણ જી. આણંદ, જેઓ હાલ વિદેશ છે) સહિત 3 આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.