વડોદરામાં કાર પાર્કિંગ કરવા મુદ્દે બોલાચાલી થતાં લોખંડના પંચથી હુમલો કરનાર સામે ફરિયાદ

ઇજાગ્રસ્ત પ્રકાશ સોલંકીને મોંઢા, હોઠ અને આંખ પર ઇજા પહોંચી

MailVadodara.com - Complaint-against-the-person-who-attacked-with-an-iron-punch-during-an-altercation-over-car-parking-in-Vadodara

શહેરના ન્યુ વીઆઇપી રોડ પર કાર પાર્કિંગના બાબતે ઝઘડો થતાં લોખંડના પંચ વડે હુમલો કરી આંખ, મોંઢા તથા હોઠના ભાગે ઈજા પહોંચાડનાર હુમલાખોર સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ સાંઈનાથ કોમ્પ્લેક્સમાં રહેતા પ્રકાશભાઈ રતિલાલ સોલંકી હોસ્પિટલમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ રાખે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગતરોજ 2:30 વાગે હું મારા ઘરે આવ્યો હતો અને મારી કાર કોમ્પલેક્ષની સામે પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે સમય અમારા કોમ્પલેક્ષમાં રહેતો કુણાલ રાજે તેના મકાનની બહાર લોબીમાં ઉભો હતો. આ દરમિયાન ત્યાંથી મને કહ્યું હતું કે, અહીંયા ગાડી પાર્ક કરવી નહીં કહી તે મને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી મેં તેને અપશબ્દો બોલવાની ના પાડતા તે ઘરમાં જઈ લોખંડનો પંચ લઈ આવ્યો હતો. અને તેને મારા પર હુમલો કરતાં  મને ડાબી આંખ તથા મોંઢા પર તેમજ હોઠ પર ઈજા પહોંચી હતી. આ દરમિયાન અમારા કોમ્પલેક્ષમાં રહેતા અન્ય દુકાનદારો આવી જતા મને વધુ મારમાંથી બચાવ્યો હતો. જેને પગલે પ્રકાશભાઇ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં મલો કરનાર કુણાલ રાજે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments