વડોદરામાં કાઠિયાવાડી ઢાબા પર સગીરો પાસે કામ કરાવતા મેનેજર અને માલિક સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના વતની બે કિશોરો હોટલની પાછળ રૂમમાં રહેતા અને કામ કરતા હતા

MailVadodara.com - Complaint-against-manager-and-owner-of-Kathiawadi-Dhaba-in-Vadodara-for-employing-minors

- 16 અને 17 વર્ષના બંને કિશોરોને રોજના ૩૫૦ રૂપિયા ચૂકવાતા હતા

શહેરના વાસણા ભાયલી રોડ પર સગીર વયના કિશોરો પાસે હોટલમાં કામ કરાવતા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના મેનેજર અને માલિક સામે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વડોદરા શહેરમાં બાળ મજૂરી અટકાવવા માટે કામ કરતી સંસ્થાના કાર્યકરને માહિતી મળી હતી કે, વાસણા ભાયલી રોડ દ્વારકેશ પાર્ટી પ્લોટની બાજુમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. જેથી, જે.પી.રોડ પોલીસની મદદ લઇ ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ૧૬ અને ૧૭ વર્ષના બે સગીર મળી આવ્યા હતા. બંને સગીર અરવલ્લી જિલ્લાના વતની છે અને હોટલમાં જ રહી કામ કરતા હતા. તેઓને રોજના ૩૫૦ રૂપિયા આપવામાં આવતા હતા. કામનો સમય સવારના ૧૦ થી બપોરના ૩ સુધી તથા સાંજના પાંચથી રાતના ૧૧ સુધીનો હતો. જેથી,પોલીસે હોટલના મેનેજર અજય ધીરૂસિંહ ચૌહાણ (રહે. અર્બન રેસિડેન્સી, ભાયલી ) તથા માલિક સન્ની અગ્રવાલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments