તમાકુની બનાવટોનું વેચાણ કરતી દુકાનોમાં નિયમ મુજબ બોર્ડ નહીં લગાડનાર 3 દુકાનદાર સામે ફરિયાદ

નિયમ મુજબ બોર્ડ ન લગાડનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન

MailVadodara.com - Complaint-against-3-shopkeepers-for-not-putting-up-boards-as-per-rules-in-shops-selling-tobacco-products

- વડોદરા SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી

વડોદરા શહેરમાં તમાકુની બનાવટોનું વેચાણ કરતી દુકાનોમાં નિયમ મુજબનું બોર્ડ નહી લગાડનાર દુકાનદારો વિરુદ્ધ વડોદરા SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા શહેરને નશામુકત કરવા માટે હાલમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ એકટ તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ તેમજ તમાકુની બનાવટની પ્રોડકટોનુ વેચાણ કરતી દુકાનમાં જોઇ શકાય તે રીતે “તમાકુ મોત નોતરે છે” એવા લખાણવાળુ નિયમ મુજબનું બોર્ડ નહીં લગાડનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામા આવ્યું છે અને જે ડ્રાઇવમાં વડોદરા શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડકટસના વિક્રેતાઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના આપવામાં આવી છે. જેના આધારે SOG પીઆઇ એસ.ડી.રાતડાએ એસ.ઓ.જી સ્ટાફને જુદી-જુદી ટીમો બનાવી ડ્રાઇવ અનુસંધાને શહેર વિસ્તારમાં આવેલપાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડકટસના દુકાનદારે તમાકુ મોત નોતરે છે એવા લખાણવાળુ નિયમ મુજબનું બોર્ડ લગાડનાર ન હોય તેવા દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.


જેના આધારે SOGની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન અકોટા વિસ્તારમાં રાધા કૃષ્ણ ચાર રસ્તા પાસે આવેલ રાજવી કોમ્પલેક્ષ ખાતે આવતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ક્લાસિક પાન એન્ડ ટી કોર્નરના સાજીદ અખ્તર પઠાણ (રહે. યોગી કુટિર, તાંદલજા), સાંગરીલા કોમ્પલેક્ષ ખાતે આવતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રોશની પાન એન્ડ કોલ્ડ્રીંક્સના સંચાલક સંજય દેવજીભાઇ કોરીયા (રહે. નવનીતપાર્ક, અકોટા) અને અકોટા ગાર્ડન સામે અનુરાગ કોમ્પલેક્ષ પટેલ પાન લવ નામની દુકાનના સંચાલક વિપુલ ભુરાભાઇ ફળદુ (રહે. અનુરાગ કોમ્પ્લેક્સ-1, અકોટા ગાર્ડન સામે)માં તપાસ કરતા દુકાનમાં કે આજુબાજુની જગ્યાઓ ઉપર તમાકુની બનાવટની પ્રોડકટોનુ વેચાણ કરતા હોય એવી દુકાનમા જોઇ શકાય તે રીતે બોર્ડ પર આરોગ્યલક્ષી ચેતવણી પ્રદર્શિત કરતુ લખાણવાળુ બોર્ડ જે બોર્ડને પાછળથી પ્રકાશ આપીને કે અન્ય રીતે ચમકાવવાનુ નથી તેવુ 60 સેમી લાંબુ અને 30 સેમી પહોળુ બોર્ડ નિયમ મુજબનુ લગાડેલ ન હોય તેવા 3 દુકાનદારો વિરૂદ્ધ તમાકુ નિયંત્રણ અધિનિયમ એક્ટ 2003 (COTPА АСТ-2003) ની કલમ-5 મુજબ જે.પી.રોડ પોલીસ સ્ટેશન તથા અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા જુદી-જુદી જગ્યા ઉપર જાહેરમાં ધુમ્રપાન કરતા 24 ઇસમોને તમાકુ નિયંત્રણ અધિનિયમ એકટ 2003 કલમ-4, તથા 6(અ) મુજબની સમાધાન શુલ્ક પાવતી આપવામા આવી છે.

Share :

Leave a Comments